અંબાજીના યુવાને 10 હજાર માસ્ક બનાવીને લોકોને આપ્યા

અંબાજીના યુવાને 10 હજાર માસ્ક બનાવીને લોકોને આપ્યા
Spread the love

શક્તિ, ભક્તિ અને પ્રકૃતિ નું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું છે દેશમા 3 મે સુધી લોક ડાઉન છે અને લોકો ને ઘર મા જ રહેવા સૂચના અપાઈ છે ત્યારે કામ થી બહાર નીકળતા લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત હોઈ માસ્ક ની ખુબ ડીમાંડ વધી છે ત્યારે જગ વિખ્યાત યાત્રધામ અંબાજી મા ખોડીયાર ચોક મા દુકાન ધરાવતા યુવાને લોકો મા સંદેશો આપવા માટે એક અભીયાન ઉપાડ્યું છે યાત્રાધામ અંબાજી માં ચણિયાચોળી ના એક વેપારી જેમનો વેપાર ધંધો હાલ લોકડાઉન ના કારણે સંપૂર્ણ બંધ છે ત્યારે તેઓ સ્વ ખર્ચે લોકો ની સેવામાં જોડાયા છે અને સાચી માનવ સેવા કરી રહ્યા છે

હાલ માં જે માસ્ક મોં ઉપર ફરજીયાત પણે બાંધવા માટે સરકાર અપીલ કરી રહી છે તેવા માં 25 થી 30 રૂપિયા નું માસ્ક આદિવાસી લોકો અને ગરીબ લોકો ખરીદી શકે તેમ ન હોવાથી આ યુવાન દ્વારા બેંક માં આવતા તેમજ રસ્તા ઉપર જતા માસ્ક વગર ના તમામ લોકો ને નિઃશુલ્ક માસ્ક વિતરણ કરી રહ્યા છે ને સાથે સાથે માસ્ક મોં ઉપર બાંધી પોતાની સુરક્ષા જાતેજ કરે તેવી પણ અપીલ કરી રહ્યા છે આ યુવાન દીપક જોષી દ્વારા પોતાની દુકાન માં જ 4 જેટલા કારીગરો ને પોતાના ખર્ચે પોતાની જ દુકાન માં બેસાડી રોજ ના 300 થી 400 માસ્ક કપડા ના બનાવી પોતેજ વિતરણ કરી રહ્યા છે તેમણે 5000 જેટલા માસ્ક નું ખાસ કરીને આદિવાસી લોકો ને વિતરણ પણ કરી દીધું છે અને હવે 10 હજાર જેટલા કુલ માસ્ક વિતરણ કરવાનું બીડું ઝડપ્યું છે.

હાલ ગુજરાત માં કોરોના વાયરસ ના કેસો માં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે બનાસકાંટા જીલ્લા માં પણ 28 પોઝેટીવ કેસો છે પણ અંતરિયાળ વિસ્તારો માં જ્યાં હાલ કોઈજ પોઝિટિવ કેસ નથી ને તેવા વિસ્તારો માં તકેદારી ના ભાગરૂપે વેપારીઓ પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે

દીપક જોષી ,કોરોના જાગૃતિ યુવાન

તેમને જણાવ્યા પ્રમાણે હુ અંબાજી ખાતે ગરવી ગુજરાત દુકાન ચલાવુ છુ હાલ મા લોક ડાઉન હોઈ મારી દુકાન બંદ હોઈ મને લાગ્યુ કે લોકો જે ગરીબ અને આદિવાસી લોકો છે તેમને માસ્ક ની ભારે તકલીફ છે અને તેવો ખરીદી શકતા નથી તેમના માટે મે અભિયાન શરુ કરેલ છે

IMG-20200429-WA0023-0.jpg

Amit Patel

Amit

Right Click Disabled!