બોટાદના પાળિયાદ પાસે નદીમાં ડૂબી જતાં ચાર બાળકોનાં મોત

બોટાદના પાળિયાદ પાસે નદીમાં ડૂબી જતાં ચાર બાળકોનાં મોત
Spread the love

ભાવનગર,
બોટાદના પાળીયાદ તાબેના નાના સૈડા ગામે ચાર બાળકોના નદીમાં ડૂબી ગયા હોવાની ઘટના સામે આવતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બાળકો ગરમીમાં સુખભાદર નદીમાં ન્હાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં સરકી જતાં ડૂબવા લાગ્યા હતા. તરવૈયા કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ ચારેય ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોટાદના પાળીયાદ નજીક નાના સૈડા ગામમાં ખેતમજૂરનાં ચાર બાળકો સુખભાદર નદીમાં નાહવા ગયા હતા.
સાત વર્ષ નવ વર્ષ, ૧૧ વર્ષના બાળક તેમજ છ વર્ષની બાળકી નદીમાં નહાતા હતા, એ દરમિયાન ઊંડા પાણીમાં સરકી જતાં ડૂબવા લાગ્યા હતા. કોઈ આ બાળકોને બચાવવા પહોંચે તે પહેલાં જ ચારેય બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરબ્રિગેડના જવાનો-તરવૈયાઓએ ચારેય બાળકોને બહાર કાઢ્યા ત્યારે તે મૃત્યુ પામી ચૂક્્યા હતા. આ ચારેય બાળકોના મૃતદેહોને પીએમ માટે પાળીયાદ મોકલવામાં આવ્યા હતા. એકસાથે ચાર બાળકો ડૂબી જતાં શ્રમિક પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!