કોરોના ને હરાવવા અમુલે મેદાનમાં ઉતાર્યું હળદર, કેસર અને બદામ મિશ્રિત હલ્દી દૂધ

ગાંધીનગર,
ગુજરાતની શાન અને આ દેશનું માન એવી અમૂલ ડેરી એશિયા ખંડની સૌથી મોટી ડેરી છે. કોરોનાને કારણે હાલ દેશમાં લોકડાઉન છે. પરંતુ આ લોકડાઉન વચ્ચે એક પણ દિવસ દૂધનો સપ્લાય રોકાયો નથી. કોઈ વહેલી સવારે ચા વગર રÌšં નથી. ત્યારે હવે કોરોના સામેની લડાઈ માટે અમુલે નવી પ્રોડક્ટ શરૂ કરી છે. દૂધના શોખીન અને અમૂલના ગ્રાહકો માટે ખુશ ખબર આવી છે. અમુલ દ્વારા હળદર, કેસર અને બદામ મિશ્રિત હલ્દી દૂધ(હળદરવાળું દૂધ)નું વેચાણ થશે. ૨૦૦દ્બઙ્મના રૂ.૩૦ ભાવે અમૂલ હલ્દી દૂધનું વેચાણ કરવામાં આવશે. આ અંગે અમૂલ ડેરી જણાવવામાં આવ્યું છે કે, રોજની ૨ લાખ પેક બનાવવાની ક્ષમતા છે. આદુ, તુલસી સહિતના મિશ્રિત પીણાંની શ્રેણી પણ લોન્ચ કરશે.
જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે, રોગપ્રતિકારક શÂક્ત વધારવા માટે હળદર જાણીતી છે. બીમારીમાં ખાસ કરીને હળદરવાળું દૂધ પીવાનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરાયો છે. હળદરવાળું દૂધ ફક્ત ભારતમાં જ નહીં વિશ્વમાં પણ ટર્મરીક લટ્ટ તરીકે ઓળખાય છે. ઘરગથ્થુ સારવાર માટે પણ હળદરનું દૂધ જ વપરાય છે. હાલ કોરોના સામે માત્ર પોલીસ, તબીબો કે ઈમરજન્સી સેવાઓના કર્મચારીઓ જ નથી લડી રહ્યા. આ લોકડાઉનના સમયમાં દેશવાસીઓ જ્યારે ઘરમાં જ પુરાઈ રહ્યા છે ત્યારે તેમની સવારની ચા ન બગડે તેનું ધ્યાન આપણું ગુજરાત રાખી રÌšં છે.
હા આપણું ગુજરાત. દેશબંધીમાં બધુ જ બંધ છે અને અનેક વસ્તુઓ ખોરવાઈ ગઈ છે ત્યારે ગુજરાતની અમૂલ ડેરી એક પણ દિવસ દૂધની સપ્લાય રોકી નથી. અમુલના કર્મચારીઓએ સતત ૨૪ કલાક કામ કરીને આ દેશને દૂધ પુરુ પાડ્યું છે. ઘણી અફવાઓ લોકડાઉન સમયે ઉડી કે દૂધ નહીં મળે. તેના કારણે લોકોએ પહેલા તો પડાપડી કરી દૂધનો સ્ટોક કરી લીધો હતો. પણ આજે બધુ જ સામાન્ય થઈ ગયું છે. અને ક્્યારેય દૂધનો સપ્લાય રોકાવાનો નથી. અને ન તો અમૂલની અન્ય કોઈ પ્રોડક્ટનો સપ્લાય. આ પુષ્ટી ખુદ અમૂલના મેનેજિંગ ડાયરેક્ટરે કરી હતી. ત્યારે હવે લોકડાઉન દરમિયાન અમુલે નવી પ્રોડક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે.