બનાસકાંઠા : માટલાના વેચાણ માં લગભગ 80 ટકા નો ઘટાડો થતા નુકસાન જવાનો ભય

ઉનાળાની શરૂઆત થતા લોકો ઠંડુ પાણી પીવા માટે લોકો માટલા ખરીદવા આવતા હોય છે રાજસ્થાન થી લાવી ને માટલા વેંચતા વેપારીઓ આ વખતે લોકડાઉન હોવાથી બરોબર આર્થિક ભીડ માં આવી ગયા છે લોકો પાસેથી રૂપિયા લઈ ને માટલા ખરીદી લીધા પણ લોકડાઉન વચ્ચે માટલા નું વેચાણ નિઃહવત થતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે ગત વર્ષે આ સમયે તમામ માટલા નું વેચાણ થઈ ગયું હતું પણ આ વખતે લગભગ 80 ટકા માટલા હજુ સુધી પડ્યા રહેતા વેપારીઓ માં ચિતા નો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લો રેડ ઝોન માં સમાવેશ થતા તંત્ર પણ કડક બન્યું છે જેના કારણે સવારે 11 વાગ્યા થી બજારો બંધ થઈ જાય છે અને લોકો ની અવરજવર પણ બંધ થતાં વેચાણ બંધ કરવામાં આવે છે આવી પરિસ્થિતિ માં પણ વેપારીઓ ઉત્સાહ થી લોકડાઉન નું પાલન કરી રહ્યા છે મોં પર માસ્ક બાંધે છે અને સોસીયલ ડિસ્ટન રાખી ને વેપાર કરતા વેપારીઓ ખરેખર કોરોના વાયરશ બાબતે જાગૃત હોવાનો અહેસાસ કરાવી જાય છે.