બાબરામાં આવેલ દુકાનો કલેક્ટર અને પ્રાંતના હુકમ મુજબ ખોલવા સૂચના

- ડાબી અને જમણી બાજુની દુકાનદારોએ નિયમ અને સમય મુજબ ખોલવા સુચના
જ્યારે દેશમાં કોરોનાનો હાહાકાર છે સમગ્ર દેશ કોરોના સામે જઝુંબી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ઝોન પ્રમાણે વહેંચવામાં આવેલ છે. ગુજરાત મા જે જિલ્લાઓમાં વધારે કેસો છે અને દિવસેને દિવસે કેસોમા વધારો થય રહ્યો છે તે જીલ્લાને રેડ ઝોનમા સમાવેશ કરવામાં આવેલ છે તેમજ જે જિલ્લાઓમાં કેસો તો છે પણ કેસોમા વધારો નથી થતો અને રીકવરી થય રહ્યા છે તે જીલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવા માં આવેલ છે અને જે જિલ્લાઓમા હજુ સુધી કોરોનાનો એક પણ કેસ પોઝીટીવ નથી આવ્યો તેને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને ગ્રીન ઝોનમાં અમુક છુંટછાટ આપવામાં આવેલ છે.
ગુજરાતમાં હાલ અમરેલી જીલ્લા હજુ સુધી એક પણ પોઝીટીવ કેસ આવેલ નથી ત્યારે અમરેલી કલેક્ટર સાહેબ દ્રારા જીલ્લા માં અમુક ધંધાઓ ને છુંટ આપવામાં આવેલ છે. ત્યારે બાબરામાં આવેલ મુખ્ય બજારો ખુબજ સાકડી હોવાથી બાબરા શહેરમાં આવેલ મુખ્ય બજારો તેમજ હાઈવે ઉપર આવેલ ધંધા રોજગાર દુકાનોને જીલ્લા કલેકટર સાહેબ તેમજ પ્રાંત સાહેબના હુકમનામા મુજબ ડાબી અને જમણી બાજુની દુકાનદારોએ નિયમ અને સમય મુજબ દુકાનો ખોલવાની સૂચનાઓ બાબરા મામલતદાર સાહેબશ્રી બગસરિયા, નાયબ મામલતદાર સાહેબશ્રી અશોકભાઈ મકવાણા સાહેબ, પી.આઈ. શ્રી વાઘેલા સાહેબ, પી.એસ.આઈ. શ્રી વિ.વિ.પંડ્યા સાહેબ, ચીફ ઓફિસર શ્રી તેમજ બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ દ્રારા દુકાનદારોને આપવામાં આવેલ છે તેમજ નિયમનું યોગ્ય પાલન કરવા માટે પણ ખાસ સૂચના આપેલ છે.
રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)