કોરોનાને કાબૂમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં

કોરોનાને કાબૂમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં
Spread the love

અમદાવાદમાં વધી રહેલા કોરોના ના કેસને લઈને કોર્પોરેશન હવે ફુલ એકશન મોડમાં આવી ગયું છે અને કોટ વિસ્તારોમાં હવે ક્રેન મારફતે સેનેટાઈઝીંગનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ફાયરવિભાગ દ્વારા ક્રેન મારફતે છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને મોટા ભાગે ગીચ વિસ્તારોમાં આ કામીગીરી કરવામાં આવી રહી છે. ક્રેન મારફતે સેનેટાઈઝીંગની કામગીરી કરવામાં આવી રહી છે. હવામાં સેનેટાઈઝીંગ કરી હવાને શુદ્ધ કરવાની કામગીરીકોર્પોરેશનની ઓફિસ અને ઢાળની પોળ વચ્ચેનો આ વિસ્તાર છે જ્યા આ રીતે હવામાં સેનેટાઈઝીંગનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને હવામાં સેનેટાઈઝીંગ કરીને હવાને શુદ્ધ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. સાથેજ જુદી જુદી પોળમાં ડ્રોન મારફતે હવે સેનેટાઈઝીંગ કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનિય છે કે સવારમાં 3 કલાક અને સાંજે 3 કલાક એમ દરરોજ 6 કલાક હવે તંત્ર દ્વારા આ રીતે સેનેટાઈઝીંગ કરવામાં આવશે અને અંદાજે 40થી વધુ ક્રેન મારફતે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આ રીતે સેનેટાઈઝીંગની કામગીરી દરરોજ કરવામાં આવશે.

મેગા સેનિટેશનની કામગીરી
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને આજથી મેગા સેનિટેશનની કામગીરી શરૂ કરી છે. જમાલપુર વિસ્તારમાં સવારથી આ કામગીરી શરૂ કરાઇ છે. સેનિટેશનની કામગીરીમાં રેડઝોનના વોર્ડને અગ્રીમતા આપવાનુ નક્કી કરાયુ છે. મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે મુકેશકુમાર દ્વારા કમિશનર વિજય નહેરાની પધ્ધતિથી અલગ બાબતો ઉપર ભાર મુકયો છે. કમિશનરે અમદાવાદ શહેરમાં કોરોના કેસનુ સંક્રમણ ઘટાડવા, દર્દીઓને આપવામાં આવતી સારવારને વધુ ઝડપી અને સારી બનાવવાની સાથે મોતના વધતા આંકડાને ઘટાડવા ઉપર ભાર મુકયો છે. ચૂંટાયેલા કોર્પોરેટરો પોત પોતાના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોતા હોવાથી તેમને પણ કામગીરીમાં સાથે રાખવા કહ્યુ છે. શહેરના અલગ અલગ વોર્ડમાં ફાયર વિભાગ દ્વારા મેગા સેનિટેશનની કામગીરી હાથ ધરાશે. વિશેષ કરીને જે વોર્ડ વિસ્તારો રેડઝોનમાં છે એવા વિસ્તારોને અગ્રીમતા અપાશે.

seni-960x640.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!