સરડોઈ પાસે બે ગામોમાં કોરોનાના 2 કેસ

સરડોઈ : અરવલ્લી જિલ્લામાં કોરોનાની સ્થિતિ ભયજનક બની છે.વાઇરસનું સંક્રમણ ગામડાં સુધી પોચી જતાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે ત્યારે મોડાસા તાલુકાના સરડોઈ નજીક ટ ટીસર અને શામપુર ગામમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. કોરોનાનું સંક્રમણ એક થી ત્રણ કી.મી. દૂરના ગામમાં દેખાતા શનિવાર થી ગ્રામપંચાયતના સરપંચ અનિલ સિંહ રહેવર અને વેપારી ઓ એ ચર્ચા કરી ચાર દિવસ માટે બજાર સજ્જડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સરડોઈ વેપારી મથક હોવાથી આસપાસના દસ ગામોની પ્રજા ખરીદી માટે ગામમાં અવર જવર કરે છે જેથી માત્ર સવારે ૭ થી ૧૦ કલાક અને સોજ ના ૫ થી ૭ કલાક સુધી દૂધના વેચાણને મુક્તિ આપવામાં આવી છે. લોક ડાઉન છતાં અસંખ્ય લોકો સંક્રમિત વિસ્તારોમાંથી ગામડાંઓમાં આવી જતાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના કારણે ગામડાઓમાં સ્વયંભૂ બજારો બંધ રાખવાની ફરજ પડી છે.