અંબાજીના જાગૃત કરીયાણા વેપારીઓએ દુકાનો ખોલી, કમિટી દ્વારા વિશ્વાસમા ન લેવાતા કમિટીના નિર્ણયનો ફિયાસ્કો

અંબાજીના જાગૃત કરીયાણા વેપારીઓએ દુકાનો ખોલી, કમિટી દ્વારા વિશ્વાસમા ન લેવાતા કમિટીના નિર્ણયનો ફિયાસ્કો
Spread the love

યાત્રાધામ અંબાજીમાં બજારો બંધ રાખવા ગઈકાલે મંગળવારે અંબાજી ગ્રામપંચાયત કચેરીમાં બેસી નિણઁય લેવાયો હોવા છતા આજે અંબાજી શહેર માં કરીયાણા ની દુકાનો ખુલ્લી જોવા મળી હતી ને વેપારીઓ પોતાનો વેપાર કરતા નજરે પડ્યા હતા જ્યાં ગ્રાહકો સોશ્યિલ ડિસ્ટર્ન્સ સાથે ખરીદી કરતા જોવા મળ્યા હતા, અંબાજી આસપાસના વિસ્તાર માં મહત્તમ આદિવાસી લોકો જે રોજ કરિયાણું લઇ જઈને રોજ ખાતા હોય છે તેવા લોકો ને તકલીફ ન પડે તેને લઈ આજે અંબાજીમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જોકે આ દુકાનો બંધ રાખવા ગઈકાલે ગ્રામપંચાયત કચેરી માં પંચાયતના સેક્રેટરી તેમજ અંબાજીમાં કોરોના ની અવેરનેસ માટે બનેલી કોવિડ-19 કમિટી ના કેટલાક સભ્યો સાથે મળી અંબાજીના બજારો બંધ રાખવા નિણઁય કર્યો હતો.

જો દુકાનો ખુલે તો 1000 રૂપિયા દંડની પણ જોગવાઈ કરી હતી જોકે આ સમગ્ર મામલે બેઠક માં કમિટી ના અધ્યક્ષ પણ હાજર ન હતા તદ્ઉપરાંત વેપારીઓ ને વિશ્વાસ માં લીધા વગર નિણઁય લઇ લેવાતા સમગ્ર બાબતો નો ફિયાસ્કો જોવા મળ્યો હતો. વેપારી એસોસિયેશન ના પ્રમુખ, ગૌતમ જૈનના જણાવ્યા મુજબ કરિયાણા જેવી જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનો ખોલી રાખવા સરકાર નો પરિપત્ર છે અને અંબાજી પંચાયત આજે કોવીડ-19 કમિટી એ મનસ્વી નિણઁય લઈ અને દંડ કરવાની કોઈ સત્તા ન હોવા છતાં નિણઁય લીધો હતો જે મિટિંગ માં વેપારીઓ ને પણ બોલાય ન હતા અને આદીવાસી લોકો ને ધ્યાને રાખી દુકાનો ખોલી છે હોવાનુ જણાવી રહ્યા છે.

જોકે આ સમગ્ર મામલે પંચાયતના સેક્રેટરી જે.ડી રાવલ એ પોતાનો બચાવ કરતા જણાવ્યુ હતુ કે ગઈકાલની મિટિંગમાં જે બજારો બંધ રાખવાનો નિણઁય લેવાયો હતો તે કોવીડ-19 કમિટીના સભ્યોનો હતો તે નિણઁય સાથે પંચાયતને કાંઈ જ લેવાદેવા નથી ને બંધ રાખવાના નિણઁય સામે આજે દુકાનો ખુલી જતા સેક્રેટરી એ આ નિવેદન આપ્યુ હતુ એટલુંજ નહીં કોવીડ-19 કમિટીના ચેરમેન હોદ્દાની રૂએ ગ્રામ પંચાયતના સરપંચ હોય છે ત્યારે ગઈ કાલે યોજાયેલી મિટિંગ માં સરપંચ પોતે ઉપસ્થિત ન હોવાથી સભ્યોએ શુ નિણઁય લીધો તે બાબતથી સંપૂર્ણ અજાણ હોવાનુ અંબાજી ગ્રામપંચાયત ના સરપંચ આર આર અગ્રવાલ જણાવી રહ્યા છે.

ગઈ કાલે પંચાયત કચેરી માં યોજાયેલી કોવીડ -19 કમિટી ની બેઠક માં સેક્રેટરી ની ઉપસ્થતિ સાથે દુકાનો બંધ રાખવાના લેવાયેલા નિણઁયના અહેવાલો કેટલાક લોકલ મીડિયા માં પણ લેવાયા હતા તેમ છતાં બજારો ખુલી જતા જે અહેવાલો ખોટા ઠર્યા છે ને સાથે ગ્રામપંચાયતની પણ નામોશી થઇ છે તે બાબતે તાલુકા વિકાસ અધિકારી એ જિલ્લા વિકાસ અધિકારી આ સમગ્ર બાબતે યોગ્ય તપાસ કરાવે તે જરૂરી બન્યું છે.

પોલીસ સ્ટેશન મા અને પંચાયત મા સરપંચ જોવા મળ્યા ન હતા

અંબાજી ધામ ના પ્રથમ નાગરિક સરપંચ હોય છે અને સરપંચ ની ગેર હાજરીમાં અમુક કન્ટેન્ટમેનટ સભ્યો એ નિર્ણય લીધો હતો તે સરપંચ ને જાણ બહાર લેવાયો હતો આથી અંબાજી કરીયાણા વેપારીઓ દ્વારા અમને પણ મિટિંગ મા હાજર રાખવામાં આવ્યા ન હતા આથી અમે જીવન જરૂરિયાત માટે આજે કરીયાણા ની ખોલી નાખી હતી દુકાનો તેમ જણાવ્યું હતું.

IMG-20200513-WA0056.jpg

Amit Patel

Amit

Right Click Disabled!