શામળાજી હિંમતનગર નેશનલ હાઇવે જામ : બન્ને સાઈડ લાંબી લાઈન

- બન્ને જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે
અરવલ્લી જિલ્લાના રાજેન્દ્રનગર ચોકડી નજીક હિંમતનગર તરફથી પગપાળા ચાલી આવી રહેલા 300 જેટલા પર પ્રાંતિય શ્રમિકોને અટકાવતા રોષે ભરાયેલા શ્રમિકોએ નેશનલ ધોરી પર ટ્રાફિક જામ સર્જ્યો હતો,હિંમતનગર ઉદયપુર નેશનલ હાઇવે રોડ પર વાહનોની બંને બાજુ લાંબી કતારોના દ્રશ્યો સર્જાતા અરવલ્લી સાબરકાંઠા પોલીસના ઉચ્ય અધિકારી ઘટના સ્થળે દોડી આવી સર્જાયેલ ટ્રાફિક જામને ખુલ્લો કરાવવાના પ્રયાસ હાથ ધર્યો હતા.સાબરકાંઠા જિલ્લામાં થી અરવલ્લી રેડઝોન હોવા છતાં સાબરકાંઠા પોલીસના આંખઆડા કાન ને લઈ બેરોકટોક શ્રમીકો પહોચતા અટકાવાયા હતા,સાબરકાઠા જિલ્લા તરફથી આવતા શ્રમિકો ને કારણ અરવલ્લી પોલિસ ને સૌથી વધુ પારેશાની ભોગવવાનો વારો આવ્યો છે.
સંજય ગાંધી (શામળાજી)