મેઘરજના ઇપલોડા પંચાયત વિસ્તારમાં માસ્ક કે રૂમાલ બાંધવો ફરજીયાત

મેઘરજના ઇપલોડા પંચાયત વિસ્તારમાં માસ્ક કે રૂમાલ બાંધવો ફરજીયાત
Spread the love
  • પંચાયત વિસ્તારમાં મોઢાઉપર માસ્ક કે રૂમાલ નહી બાંધનાર ને દંડ ના ગામે ગામ બોર્ડ લગાવાયા

અરવલ્લી જીલ્લામાં સતત કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યોછે ત્યારે મેઘરજ તાલુકા નજીક રાજસ્થાન બોર્ડર. અને મહીસાગર જીલ્લાની હદ અડીને આવેલી છે ત્યારે પોતાના વિસ્તારોને સુરક્ષિત રાખવા ગ્રામપંચાયતો ના સરપંચો આગળ આવ્યાછે ત્યારે ઇપલોડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રેમીલાબા વિક્રમસિહ ચૌહાણ દ્વારા પંચાયત વિસ્તાર માં ગામેગામ નોટીસ બોર્ડ લગાવી સુચનાની અમલવારી કરી વિસ્તારને સહીયોગ કરવા જણાવવામા આવ્યુ છે.

પંચાયત વિસ્તારમાં જેકોઇ ઇસમ ઘરની બહાર નીકળે ત્યારે મોઢા ઉપર માસ્ક કે રૂમાલ બાંધ્યાવગર જણાશે તો તેને પ્રથમ રૂ.૨૫૦ દંડ વસુલવામા આવશે અને એ જ ઇસમ બીજીવાર નીયમનો ભંગ કરશે તો તેની પાસેથી રૂ.૫૦૦નો દંડ પંચાયત દ્વારા વસુલ કરવામાં આવશે તેમજ બહાર ગામથી આવતા વાહન ચાલકો અને વટેમાર્ગુઓને ગામમાં પ્રવેશ બંધી કરવામા આવી હતી સાથે સાથે પંચાયત દ્વારા માસ્કનુ વિતરણ કરાયુ હતુ ઇપલોડા આયુરવેદીક દવાખાના મારફતે ઉકાળો ગામેગામ પહોચાડવામા આવ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!