ગબ્બર સર્કલ પર ચેકિંગ દરમિયાન મારબલ પાવડર વાળી ટ્રકમાંથી બિયર ઝડપી પાડતી અંબાજી પોલીસ

ગબ્બર સર્કલ પર ચેકિંગ દરમિયાન મારબલ પાવડર વાળી ટ્રકમાંથી બિયર ઝડપી પાડતી અંબાજી પોલીસ
Spread the love

અંબાજી પોલીસ છેલ્લા ત્રણ દિવસથી એક્શન મૂડ મા જોવા મળી રહી છે ત્યારે આજે અંબાજી પંથકમાં ગબ્બર સર્કલ પર ચેકિંગ દરમિયાન અંબાજી પોલીસના કોન્સ્ટેબલ દિલીપ પુરી ગબ્બર સર્કલ પર ફરજ પર હતા, ત્યા વાહનોનું ચેકિંગ કરતા હતા તે દરમિયાન આબુરોડ તરફથી અંબાજી આવી રહેલી આઈસર ટ્રકને ચેકિંગ કરતા અંદર 5000 બ્રાન્ડ ની બિયરની બે પેટી (24નંગ ) નો મુદ્દામાલ ઝડપી પાડી હતી.

અંબાજી પોલીસ ચેકિંગ દરમિયાન ગબ્બર સર્કલ ઊભેલી હોય તે દરમિયાન આબુરોડ તરફથી આવી રહેલી આઈસર ટ્રક નંબર RJ-38-GA-1339 રોકવી ચેક કરતા તેની અંદર થી 3600 રૂપિયાની કિંમતનો બિયર ના કેન પકડી પાડ્યા હતા અને તે આઈસર ટ્રક અને મુદ્દામાલને કબજે કરી આરોપી સુરેશકુમાર ભગારામ ગોહિલ, રહે. મુંગથળા (રાજ ) ને અંબાજી પોલીસ સ્ટેશન લઇ આવ્યા અને અંબાજી પોલીસ સ્ટેશન ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી આમ અંબાજી આસપાસ ના વિસ્તારો મા માથાભારે તત્વો દ્વારા દારૂ ની ગાડીઓ બહાર કાઢવા માટે નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે જેને અંબાજી પોલીસ એ નિષ્ફળ બનાવી છે.

IMG_20200515_194701.jpg

Amit Patel

Amit

Right Click Disabled!