સાબરકાંઠા જિલ્લા જેલ હિંમતનગર ખાતે કોરોના વોરીયસૅ મેડિકલ ઓફિસરનું પુષ્પ વર્ષાથી સ્વાગત

સાબરકાંઠા જિલ્લા જેલ હિંમતનગર ખાતે કોરોના વોરીયસૅ મેડિકલ ઓફિસરનું પુષ્પ વર્ષાથી સ્વાગત
Spread the love

હાલમાં વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારી ના કારણે કોરોના વાયરસ સામે લડી રહેલ ફ્રન્ટ વૉરિયર્સ તબીબ સહિત આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓનું અલગ અલગ રીતે સન્માન થઇ રહેલ છે જે બદલ આજરોજ સિવિલ હોસ્પિટલ હિંમતનગર ના આર.એમ.ઓ. શ્રી એન. એમ. શાહ સાહેબ મેડીકલ ઓફિસરશ્રી ડોક્ટર સાહેબ તથા ડો.શ્રી એ. આર. રાજપુરા સાહેબ તથા ડોક્ટર સિદ્દીકી સાહેબ ના ઓનું હિંમતનગર જિલ્લા જેલ પ્રશાસન તંત્ર અને જેલમાં રહેલા બંદીવાનોને આરોગ્ય સેવાઓ પૂરી પાડતાં તબીબો નું પુષ્પવર્ષા થી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ મહેરબાન અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલોના ઈન્સ્પેક્ટર જનરલ શ્રી ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા જેલ હિંમતનગરના ઇન્ચાર્જ અધિક્ષકશ્રી ડી.જે. ચાવડાની આગેવાની અને સુપરવિઝન હેઠળ યોજવામાં આવેલ હતો. તેમજ સિવિલ હોસ્પિટલ હિંમતનગર ના આર.એમ.ઓ શ્રી એન એન શાહે માર્ગદર્શન પુરું પાડ્યું હતું,

કોરોના વાઈરસના સંક્રમણથી બચવા જેલ દ્વારા લેવામાં આવેલ પગલા બાબતે આર.એમ.ઓ. શ્રી એન.એમ.શાહ અને મેડિકલ ઓફિસર દ્વારા જેલ ની વિઝીટ લઇ દરેક કેદીઓના મેડિકલ સ્ક્રિનીન્ગ, જેલના કર્મચારીઓને રોજેરોજનું સ્કેનિંગ કેદીઓને પૂરા પાડવામાં આવતા માસ્ક્સ, કેદીઓને આપવામાં આવતા આયુર્વેદિક ઉકાળો ,જેલ ની કૉરેન્ટાઈન બેરેક, આઈસૉલેશન વોર્ડ ની તથા જેલ ની સાફ સફાઈ, સફાઈ માટે આપવામાં આવેલ ડેટોલ સાબુ જેવી બાબતોનું નિરીક્ષણ કરી જેલ પ્રશાસન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવા બદલ જેલ અધિક્ષક તથા જેલ સ્ટાફને અભિનંદન પાઠવેલ હતા . આ કાર્યક્રમને સફળ અને ફળદાયી બનાવવા બદલ ઈન્ચાર્જ જેલ અધિક્ષક શ્રી પી.જે .ચાવડા નાઓએ હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબોનો હૃદયથી આભાર માનેલ હતો.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200515-WA0293-1.jpg IMG-20200515-WA0296-2.jpg IMG-20200515-WA0294-0.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!