સુરેન્દ્રનગર NCC બટાલિયન દ્વારા આરોગ્ય માટે થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરાયું

- સ્ટુડન્ટસે આમ લોકોને હોમિયોપેથીક દવા વિતરણ કરવામાં આવ્યું
આજરોજ સુરેન્દ્રનગર શહેર ના રિવરફ્રન્ટ ખાતે 26 ગુજરાત બટાલીયન એન સી સી ના સુબેદાર સુખવીંદર સીંઘ સુરેશકૂમાર,ગ હીતેષકુમાર, તેમજ એન સીસી ના સ્ટુડન્ટ સુરેન્દ્રનગર દ્વારા આયુષ્ય મંત્રાલય ના દીશા નિર્દેશ મુજબ સરકારી હોમીયોપેથીક વીભાગના ડો, પ્રવીણભાઇ પરમાર, ડો, શ્રી કલારીયા તેમજ ડો, દીલીપ બારૈયા દ્વારા હોમીયોપેથીક દવા આરસીનીક આલબમ્બ 30 ની અંદાઝે 200 બોટલનુ આમ જનતાં વીતરણ કર્યુ.
થર્મલગન દ્વારા લોકોના ટેમ્પેચર ચેક કર્યા તેમજ આરોગ્ય ની આરોગ્ય સેતુ એપ ની લોકો ને પોતાના મોબાઈલ ડાઉનલોડ કરવા માહીતી આપી આ કાર્યક્રમ માં એન સી સી કેડેટ ના સ્ટુડન્ટ તેમજ અઘીકારીઓ અને શૈક્ષીક મહાસંઘ ના અનીલભાઇ મકવાણા તેમજ ભગીરથસીંહ રાણા, છત્રપાલ સિંહ ઝાલા હાજર રહ્યા હતાં
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)