રાજકોટ : 35 જેટલા મુસાફરોને સ્પાઈસ જેટ દ્વારા મુંબઈ રવાના કરાયા

રાજકોટના એરપોર્ટ પર લાંબા સમય બાદ આજથી હવાઈ સેવાનો પ્રારંભ થતા મુસાફરો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી. એરપોર્ટનાં ગેઈટ ઉપર થર્મલ સ્ક્રીનીંગ બાદ જ મુસાફરોને અંદર પ્રવેશ અપાયો હતો. ઉપરાંત યાત્રિકો માટે ખાસ સેનિટાઈઝની વ્યવસ્થા કરાઈ હતી. તબીબો દ્વારા તમામ યાત્રિકોનું સંપૂર્ણ મેડીકલ ચેકઅપ કરાયું હતુ. આરોગ્યની યાત્રીકોના સામાનને પણ સેનિટાઈઝ કરાયો હતો.
વેઈટીંગ લોન્જમાં બે મુસાફરો સાથે ન બેસે તે માટે એક ખુરશી ઉપર ચોકડીની નિશાની અને કતારબંધ ઉભા રહેવામાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે રાઉન્ડ દોરાયા હતા. એરપોર્ટ પર સવારે ૮ કલાકે મુંબઈથી સ્પાઈસ જેટ મારફતે ૭૫ જેટલા મુસાફરો રાજકોટ પહોચ્યા હતા. તેમજ આજ ફલાઈટ મારફતે રાજકોટથી ૩૫ જેટલા મુસાફરો મુંબઈ જવા રવાના થયા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)