સુરેન્દ્રનગરમાં મોબાઇલની દુકાન તોડી ચોરી કરનાર આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડતી LCB

સુરેન્દ્રનગરમાં મોબાઇલની દુકાન તોડી ચોરી કરનાર આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડતી LCB
Spread the love
  • હેન્ડલુમ ચોક પાસેની ક્રિયા મોબાઇલ નામની કેબીનમાંથી ચોરેલ મોબાઇલ ફોન નંગ – ર સાથે એક ઇસમ ઝડપાયો

મ્હે. પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ જીલ્લામાં થતી ધરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓ અટકાવવા તથા ચોર મુદામાલ શોધી ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા / પેરોલ જમ્પ ઇસમોને પકડી પાડવા માટે એકશન પ્લાન તૈયાર કરી , કાર્યવાહી કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ સાહેબને સુચના કરેલ.

જે અન્વયે પોલીસ ઇન્સ.શ્રી ડી.એમ.ઢોલ સાહેબે એલ.સી.બી. ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાં અગાઉ ચોરીમાં પકડાયેલ ઇસમોની હાલની પ્રવૃતિ અંગે માહિતી મેળવી , ધરફોડ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી ચોર મુદામાલ શોધી કાઢવા અંગે જરૂરી સુચના / માર્ગદર્શન આપેલ , જે મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા સુરેન્દ્રનગર સીટી એ ડીવી . પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં. ૧૪૨/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબનો ગુન્હો શોધી કાઢવા અંગે તપાસ હાથ ધરી સાહેદોની પુછપરછ કરતા સદર ચોરીનો ગુન્હો આરોપી રવિભાઇ જયંતિભાઇ દેવીપુજક રહે . સુરેન્દ્રનગર , સોનીપુરી રોડ વાળાએ કરેલ છે અને મજકુર આરોપી હાલે સુરેન્દ્રનગર છોડી કયાંક જતો રહે છે એમ જાણવા મળતા મજકુરની તેના રહેણાંક મકાને , તથા મળી આવવાના આશ્રયસ્થાનોએ તપાસ કરતા મજકુર આરોપી મળી આવેલ નહીં.

દરમ્યાન આજરોજ એલ.સી.બી. ટીમ દ્વારા સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગ હાથ ધરી ચોકકસ હકીકત મેળવેલ કે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી રવિભાઇ જયંતિભાઇ ચોવસીયા જાતે દેવીપુજક હાલ રહે.અમદાવાદ, ઠકકરનગર, ભરવાડ સોસાયટી મુળ રહે. સુરેન્દ્રનગર, સોનીપુરી રોડ વાળો ચોરીના મોબાઇલ ફોન સાથે પોતાના ઘર પાસે ઉભેલ હોય જેથી તાત્કાલીક સદર જગ્યાએ છાપો મારતા મજકુર આરોપીને પોતાના કબ્જામાં ઉપરોકત મોબાઇલ ચોરીના ગુન્હામાં ચોરીમાં ગયેલ ટેમ્બઓ કંપનીના મોબાઇલ ફોન નંગ-ર સાથે પકડી પાડતા મજકુર ઇસમની પુછપરછ કરતા પોતે આજથી દોઢેક વર્ષ પહેલા સુરેન્દ્રનગર હેન્ડલુમ ચોક પાસે આવેલ કિસા મોબાઇલ નામની મોબાઇલની દુકાનનો ઉપરનો ભાગ તોડી તેમાંથી ટેમ્બો કંપનીના કુલ -૫ મોબાઇલ ફોન તથા મોબાઇલની એસેસરીઝ મળી કુલ રૂ .૨૫,૦૦૦/- ના મુદામાલની ચોરી કરેલ હતી. અને ત્યારબાદ હું સુરેન્દ્રનગર છોડી અમદાવાદ રહેવા ચાલ્યો ગયેલ હતો એમ કબુલાત આપતા , મુદામાલ કબજે કરી મજકુર આરોપીને આગળની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે . ખાતે સોપી આપેલ છે .

રેડીંગ પાર્ટી

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ સાહેબના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી વી.આર. જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દીલાવરસિંહ તથા પો.હેડ.કોન્સ . જુવાનસિંહ મનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ . જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ એ રીતેની ટીમ દ્વારા ઉપરોકત ચોર – મુદામાલ શોધી કાઢી ધરફોડ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલેલ છે.

દીપકસિંહ વાઘેલા (લીંબડી)

IMG-20200528-WA0029.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!