ધનસુરાના કંજરીકંપાના ખેડૂતોએ કોરોનામાં દોઢ લાખની સહાય આપી

ધનસુરાના કંજરીકંપાના ખેડૂતોએ કોરોનામાં દોઢ લાખની સહાય આપી
Spread the love

અરવલ્લી જિલ્લાના ધનસુરાના કંજરીકંપાના ખેડૂતોએ કોરોનામાં દોઢ લાખની સહાય આપી હતી. કંજરી કંપાનાં ખેડૂતોએ પીએમ ફંડ માં 75000 હજાર તથા સીએમ ફંડમાં 75000 હજાર એમ કુલ 150000ની સહાય આપી હતી.આ ઉપરાંત કંજરીકંપાના વિદેશમાં રહેતા લોકો એ પણ આ સહાયમાં યોગદાનઆપ્યું હતું. ખેડૂતો એ આ સહાય અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને આપી હતી. આ સમયે ડીડીઓ અનિલ ધામેલિયા, ધનસુરા મામલતદાર સી.જી.ઝાલા, નરેન્દ્રભાઈ પટેલ,અરવલ્લી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ, પટેલ મુકેશભાઈ, પટેલ પ્રવિણભાઈ, પટેલ અમિતભાઈ, પરેશભાઈ.વી.પટેલ, પટેલ શૈલેષભાઈ,પટેલ પરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Screenshot_20200528-174126.jpg

Admin

Prabhudas

9909969099
Right Click Disabled!