જેનું વિશ્વ મા નામ ગુંજતું હતુ તે હવે સમાધી સ્થળ તરીકે ઓળખાશે

જેનું વિશ્વ મા નામ ગુંજતું હતુ તે હવે સમાધી સ્થળ તરીકે ઓળખાશે
Spread the love

કરોડો શ્રદ્ધાળુઓનાં આસ્થાનું સ્થાનક એટલે ચુંદડીવાળા માતાજી , વર્ષો સુધી અરાવલી ની પહાડીઓમાં તપચર્યા અને સિદ્ધિ મેળવનાર ચુંદડીવાળા માતાજી એટલે માડી 26 મે ના રોજ રાત્રે વિશ્વધામ પહોંચતા કરોડો ભક્ત દુઃખી થઈ ગયા હતા બે દિવસ પાર્થિવ શરીર ને દિવ્ય દર્શન તરીકે ગબ્બર આશ્રમ ખાતે રાખી ગુરુવારે સવારે બ્રહ્મ મૂર્હત મા પરીવાર અને ભક્તો ની હાજરીમાં સમાધી આપવામાં આવી ત્યારે હાજર લોકો મા દુઃખ ની લાગણી વ્યાપી ગઇ હતી.

આજે વહેલી સવારથી જ ગબ્બર ખાતે પોલીસ નો મોટો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ સમાધી વિધી મા હાજર લોકો ને જ પ્રવેશ અપાયો હતો માત્ર પરિવાર ના સીમીત સભ્યો અને ભક્તો ની હાજરીમાં સમાધી ચુંદડી વાળા માતાજી ને અપાઈ હતી, પ્રહલાદ જાની થી સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા માતાજી ને ભક્તો માડી ના નામ થી ઓળખતા હતા, ગબ્બર પાસે પહાડોમાં આવેલા આશ્રમ પર આજે સમાધી વિધિ યોજાઈ હતી ત્યારે હાજર લોકો ચોધાર આંસુએ રડ્યા હતા

ચુંદડી વાળા માતાજી હવે સમાધી સ્થળ તરીકે ઓળખાશે
જે પવિત્ર ભૂમિ પર વર્ષો સુધી ચુંદડી વાળા માતાજી એ તપચર્યાં કરી તે સ્થળ પર છેલ્લા વર્ષો મા ઘણા ભકતો માતાજી ના આશીર્વાદ લેવા આવતા હતા, હવે આ સ્થળ પર માતાજી ની સમાધી પર આવી ભક્તો માતાજી ની આરાધના કરે તે માટે આ સ્થળ હવે આશ્રમ વિભાગ તરફથી વિકસાવવામાં આવશે.

પોલીસ બંદોબસ્ત હોવા છતા મોટી સંખ્યામાં ભક્તો માતાજી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા આવ્યા
આજે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અંબાજી ખાતે વિવિધ પોઇન્ટ પર ગોઠવવામાં આવ્યો હતો, ગબ્બર વિસ્તાર આખો પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હોવા છતા પણ માડીના ભકતો દૂર દૂરથી સમાધી વિધિમા હાજરી આપવા આવ્યા હતા, પોલીસની કામગીરી સુંદર રહી હતી ધર્મેન્દ્ર પંચાલ, જશું પટેલ, જે. બી. આચાર્ય સહિતના લોકો હાજર રહ્યા હતા.

રિપોર્ટ : અમીત પટેલ (અંબાજી)

IMG-20200528-WA0036-1.jpg IMG-20200528-WA0016-2.jpg IMG-20200528-WA0024-0.jpg

Amit Patel

Amit

Right Click Disabled!