કડી મેડિકલ એસોસિએશને કડીમાં કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવા કરી માંગ

કડી મેડીકલ એસોસિયેશન દ્વારા કડી ખાતે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ કડીમાં કોવિડ-19 હોસ્પિટલ ઉપલબ્ધ કરાવવા નાયબ મુખ્યમંત્રી અને મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના વડાને આવેદન પત્ર આપી માંગણી કરી છે. કડી શહેરમાં દિવસે દિવસે કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે તેમ દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.કડી મેડીકલ એસોસિયેશન ના પ્રમુખ ડૉ. અલ્પેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે કડીમાં કોરોનાના વધતા જતા વ્યાપને જોતા કડીમાં કોવિડ-19 હોસ્પિટલ બનાવવાની જરૂરિયાત ઉભી થયી છે.
કડીના દર્દીઓને કોવિડ-19ના ટેસ્ટિંગ માટે મહેસાણા કે અમદાવાદ ખાતે જવું પડે છે જ્યાં લઈ જતી વખતે વાહનમાં યોગ્ય વેન્ટીલેશનના અભાવે દર્દીનું મોત પણ નિપજી શકે છે જેથી લોકો માટે કડીમાં સરકાર શ્રી દ્વારા યોગ્ય વેન્ટિલેટર ધરાવતી હોસ્પિટલને કોવિડ-19 ઉપલબ્ધ કરાવવા મેડિકલ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ નાયબ મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી છે જેમાં કડી મેડીકલ એસોસિયેશનના ડોક્ટરો સેવા આપશે.
રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)