ખારાખોડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલ મોટર સાયકલ ઝડપતી થરાદ પોલીસ
થરાદ પોલીસે ખારાખોડા ગામની સીમમાં વારાથી ખારા ખોડા ગામ તરફ જતા કાચા નેળીયાના રસ્તામાંથી વિદેશી દારૂ ભરેલ મોટર સાયકલ ઝડપી પાડ્યા બાદ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદની વિગત એવી છે કે થરાદ પોલીસ સ્ટેશનના માણસો લોકડાઉન અંતર્ગત ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખારાખોડા ગામની સીમમાં વારાથી ખારાખોડા જતા રસ્તામાં કાચા નેળીયામાં એક મોટર સાયકલ આવતું હોઈ પોલીસે પોતાના ખાનગી વાહનની ડીપર લાઈટ આપી ઉભું રખાવવાનો ઈશારો કર્યા બાદ પોલીસે પોતાનું ખાનગી વાહન ઉભું રાખતા મોટર સાયકલનો ચાલક પોતાનું મોટર સાયકલ પડતું મુકી નાસી છૂટ્યો હતો.
જોકે મોટર સાયકલ ચાલક તેઓ નળીયાની વાડ કૂદી બાજરીના પાકમાં જતાં પોલીસે તેને ઓળખી લેતા તે કેશરસિંહ જુવારસિંહ રાઠોડ રહે.બેવટા, તાલુકો.થરાદવાળો હતો. મોટર સાયકલના હૂક પર લટકાવેલ પ્લાસ્ટિકના કટામાં દારૂ ભરેલ જણાતા પોલીસે નજીકના બે પંચોને બોલાવી હકીકતથી વાકેફ કર્યા બાદ મોટર સાયકલના હૂકે લટકાવેલ પ્લાસ્ટિકના કટામાં તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 18ની એક બોટલની કિંમત 640 લેખે કુલ બોટલની કિંમત 11,520નો રાખી જપ્ત કર્યો હતો ત્યારબાદ સદરે જોતા કાળા કલરવાળું હોન્ડા કંપનીનું મોટર સાયકલ રજીસ્ટર નંબર MH3 AT7143 પ્લેટવાળા મોટર સાયકલની કિંમત રૂપિયા 10,000ની ગણી તપાસર્થે કબ્જે કરાતા એમ કુલ મળીને કિંમત રૂપિયા 21,520 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નાસી છુટેલ કેશરસિંહ જુવારસિંહ રાઠોડ રહે.બેવટા, તાલુકો.થરાદવાળા વિરૂદ્ધ ગુન્હો નોંધી થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ