શંકરસિંહ વાઘેલા કેવડિયા ખાતે લોકોને મળવા પહોંચતા તંત્ર એલર્ટ

એનસીપીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કેવડિયા ખાતે 6 ગામના લોકોને મળવા ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા તાર-ફેનસિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે ધારસભ્યો અને 6 ગામની મહિલાઓએ રસ્તા પર ઉતરીને આ કામગીરીનો વિરોધ કર્યો હતો છતા પણ કામગીરી બંધ કરવામાં નથી આવી પરિણામે ગામમાં બંધું એલાન કરવામાં આવ્યું અને સવારથી ગામ સજ્જડ બંધ રહ્યું હતું.
જેથી ગામમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.ગ્રામજનોને સમર્થન પણ આપ્યુંપરંતુ શંકરસિંહ વાધેલા જ્યારે 6 ગામના લોકોને મળવા પહોચ્યા ત્યારે તંત્ર એલર્ટ થઈ ગયું હતું. જોકે શંકરસિંહ દ્વારા ગ્રામજનોને એવું આશ્વાસન આપવામાં આવ્યું કે તેઓ સમગ્ર મામલે સરકારને રજૂઆત કરશે અને તેમણે ગ્રામજનોને સમર્થન પણ આપ્યું હતું.