અલ્પેશ ઠાકોર બની રહ્યો છે સીએમ રૂપાણી માટે માથાનો દુખાવો

ગુજરાતમાં ચણાના પાકનુ મબલખ ઉત્પાદન થયુ છે, ત્યારે ટેકાના ભાવે થતી ખરીદી ૨૭ મણથી વધારીને ફરી ૧૨૦ મણ કરવામાં આવે અંગે ભાજપના નેતાએ પણ રજૂઆત કરી છે. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી ટેકાના ભાવે થતી ચણાની ખરીદી વધારીને 120 મણ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે મહામારીનો સમય છે, ખેડૂતોને મોટા પ્રમાણમા ચણાનુ ઉત્પાદન થયુ છે ત્યારે ખેડૂત દીઠ ૧૨૦ મણ ચણાની ખરીદી કરવામાં આવે તેવી માગ તેઓએ કરી છે.
વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી બનાસકાંઠા જિલ્લાના લોકો વારંવાર કુદરતી પ્રકોપનો ભોગ બની ગયા છે. જેમાં ગઈકાલે રાત્રે પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા જોરદાર સુસવાટા સાથે પવન ફૂંકાયો અને ત્યારબાદ કમોસમી માવઠું થયું હતું જેને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા તો ખેડૂતો ને પણ તૈયાર કરેલા બાજરીનો પાક પણ નષ્ટ થઈ ગયો છે તો વળી અમીરગઢ ના આંબાપાની ગામે એક ખેતર માં વિજળી પડતા પણ એક ભેંસનું મોત થતાં પશુપાલક ને નુકસાન થયું છે.
ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
ભેંસનું મોત થતા પશુપાલક આદિવાસી પરિવારની હાલત કફોડી બની ગઈ છે. એક તરફ કોરોના ન કારણે મજૂરી કામ બન્ધ છે ત્યારે માંડ પશુપાલન પર નભતા આદિવાસી પરિવાર ભેંસ નું મોત થતા મોટું નુકસાન થયું છે. અગાઉ પણ આ વિસ્તાર માં મહિના અગાઉ લોકડાઉન ના સમયમાં કમોસમી માવઠું થયું હતું ત્યારે પણ અહીંના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું આમ વારંવાર નુકશાન થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.