ઘરમાં રહેવાની મુખ્યમંત્રીની સલાહ

- સુરતના દરિયા કિનારાથી 920 કિલો મીટર દૂર ડિપ્રેશન જોવા મળ્યુ છે
- સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે
- સુરત પાલિકા પણ વાવાઝોડાને લઈ એક્શનમાં છે વાવઝોડું ગુજરાતની નજીક આવશે ત્યારે પવન સ્પીડ 110થી 115ની બની રહેશે.
ગુજરાતમાં કોરોનાના કેર સતત વધી રહ્યો છે ત્યાં હવે નિસર્ગ વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે અને 12 કલાકમાં ડિપ્રેશન ડીપ ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. આગામી 24 કલાકમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. સુરતના દરિયા કિનારાથી 920 કિલો મીટર દૂર ડિપ્રેશન જોવા મળ્યુ છે. હવામાન વિભાગના મતે સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અંદાજ છે. રાજ્ય સરકાર પૂરતી તકેદારી રાખે તે હિતાવહ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલમાં કંઇ પણ હવે મુશ્કેલ છે. જૂનના ગુજરાતના સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
જેના પગલે માછીમારોને 31 મે સુધીમાં પરત આવી જવા અને 4 જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવેલી છે.વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છેવાવાઝોડાના સંકટને લઈને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ ટ્વીટ કરી લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે 100 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાઈ શકે છે જેથી લોકોને ઘરમાં રહેવા બંછાનિધિ પાણીએ અપીલ કરી છે સાથે જ જણાવ્યું કે સુરત પાલિકા પણ વાવાઝોડાને લઈ એક્શનમાં છે. તેમજ વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે.વાવાઝોડાના કારણે સૌથી વધુ અસર ઇલેક્ટ્રિકસીટી પર થતી હોય છેસંભવિત વાવાઝોડાના કારણે સૌથી વધુ અસર ઇલેક્ટ્રિકસીટી પર થતી હોય છે. જેને લઇ ડિપાર્ટમેન્ટને પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. હેલ્થ વિભાગના લોકોને પણ વિશેષ કાળજી માટે કહેવામાં આવ્યું છે. કોલ પેશન્ટોની ખાસ વિશેષ જાળવણી કરવાની તકેદારી રાખવામાં આવશે.
કોરોના આવીને એ માટે સ્થળાંતરિત લોકો ને માસ્ક ફરજિયાત સોશિયલ ડિસ્ટેન્સિંગ, હેન્ડ વોશ વિશેષ ચિંતા કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ અનાજ બગડી ન જાય એટલે આખા ગુજરાતના બધી વસ્તુઓ સલામત જગ્યાએ ખસેડી લેવામાં આવે અથવા પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવે માટેનું સૂચન કર્યું છે. લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત જગ્યાએ લઈ જવામાં આવશેમુખ્યમંત્રીએ પ્રભાવિત જિલ્લાના સ્થાનિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ભલે હાલ રાજ્યમાંથી લોકડાઉન ઉઠાવી લીધું હોય પણ 3 અને 4 જૂને લોકો ઘરે રહે તેમાંય ખાસ કરી ને વૃદ્ધ અને બાળકો ઘરની બહાર ન નીકળે, વાવાઝોડાને લઈ ને રાજય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. જેમાં 10 જેટલી ટીમ પર વાવાઝોડામાં પ્રભાવિત થશે તે જિલ્લામાં કામ કરશે. તદ ઉપરાંત 6 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવઝોડું ગુજરાતની નજીક આવશે ત્યારે પવન સ્પીડ 110થી 115ની બની રહેશે. દરિયાકિનારા પાસે વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત જગ્યાએ લઈ જવામાં આવશે.
15 જિલ્લામાં ભારે વરસાદ પડશે 2 જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકાયા
4 જૂનના રોજ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વલસાડ, નવસારી, સુરત ભરૂચ, વડોદરા, આણંદ દમણ દાદરાનગર હવેલી, ભાવનગર અમરેલી, ગીર સોમનાથ, બોટાદ દીવ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ દાહોદ, ખેડા, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી, અમદાવાદ, ભાવનગર અમરેલી,ગીર સોમનાથ, બોટાદ, દીવ
ગુજરાતના સમુદ્ર કિનારાને નિસર્ગ વાવાઝોડાનું જાખમ ૩ જૂનની સાંજે દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારે ત્રાટકી શકે વાવાઝોડું દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાઇ લો પ્રેશર સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. લો પ્રેશર ૩ જૂને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચેથી પસાર થઇ શકે. વાવાઝોડું ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૩ અને ૪ જૂને ભારે વરસાદની આગાહી.