વિજયનગર પોલીસે જાહેર જગ્યાએ જુગાર રમતા પાચ ઈસમોને ઝડપ્યા

મહે. પોલીસ મહાનિદૅશક ગાંધીનગર તથા મહે.પો.અધિ. હિંમતનગર તરફથી સ્પેશ્યલ પ્રોહિ-જુગારની ડ્રાઇૃ રાખવામાં આવેલ છે જેની સુચના મુજબ ઈડર વિભાગના નાયબ પો.અધિક્ષક ડી.અેમ.ચૌહાણ તથા સકૅલ પો.ઈન્સ કે.અેમ.વાઘેલા ખેડબ્રહ્માના માગૅદશૅન મુજબ વિજયનગર પો.સબ.ઈન્સ. અેમ.બી.કોટવાલ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમા હતા દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે અભાપુર પોળો વિસ્તારની અોલીયા પીરની દરગાહની ઉત્તરે નદીના પટમા પાંચેક ઈસમો બેસી ગંજીપાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે હકિકત આધારે પોલીસે તે જગ્યાએ રેઈડ કરી (૧)કિતીૅભાઈ પકારામ આગલેયા રહે.વિજયનગર (૨)યુસુફભાઈ નુરભાઈ કુરેશી રહે.વિજયનગર (૩)જુનેદમિયા ભીખામિયા ચૌહાણ રહે. ઈડર (૪)મહમદભાઈ ફતેહમહમદભાઈ સાદીક રહે.વિજયનગર (૫) લક્ષ્મણભાઈ કુરાભાઈ પટેલ રહે લીલપુર વિજયનગર વાળા મળી આવી પકડાઈ ગયેલ અને જુગારવાળી જગ્યાએથી રોકડ રકમ રૂપિયા ૨૦,૦૦૦ તથા અંગઝડતીમાંથી રોકડ રકમ રૂપિયા ૩૩,૫૦૦ તેમજ ગંજી પાના નેટ રૂમાલ કિમંત રૂપિયા ૧૦૦ મળી કુલ રકમ મુદ્દામાલ રૂપિયા ૫૩,૬૦૦ મળી આવતા ઉપરોક્ત તમામ ઇસમો વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાયૅવાહી કરવામાં આવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)