અંબાજી મંદિર 12 તારીખથી ખુલશે, ભક્તો નિયમો જાણી મંદિર પહોંચે

લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મંદિર ના દ્વાર 12 જૂન થી ખુલવાના છે આ જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે ,લોક ડાઉન 1 થી લોક ડાઉન 4 સુધી અંબાજી મંદિર બંદ રહ્યું હતુ અંબાજી મંદિર 20 માર્ચ થી આજદીન સુધી ભક્તો માટે સંપૂર્ણ બંદ રહ્યું હતું અંબાજી મંદિર ખાતે પૂજારી દ્વારા રોજ સવારે ,બપોરે અને સાંજે નિત્ય ક્રમ મુજબ પૂજા અર્ચના ચાલુ રખાઈ છે ,અંબાજી મંદિર 51 શક્તિપીઠો મા આધ્ય શક્તિ પીઠ તરીકે જાણીતું છે અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી પર્વ પણ લોક ડાઉન ને લઈને ભક્તો ને પ્રવેશ આપવામા આવ્યો ન હતો હવે અનલોક 1 ના ફેઝ 1 ખાતે ધાર્મિક સ્થળો ખુલવાની કેન્દ્ર સરકાર દ્વારા પરવાનગી આપતા હવે અંબાજી મંદિર 12 જૂન થી ખુલશે અને તમામ નીતિ નિયમો નું પાલન કરવું પડશે ભક્તો ને અને ત્યારબાદ મંદિર મા પ્રવેશ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકાર ના ગૃહ મંત્રાલય ના જાહેરનામા ના 30/5/2020 કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર વિભાગ દ્વારા 4/6/2020થી ધાર્મિક સ્થળો માટે બહાર પાડેલ કોવીડ 19 સામે નિવારક પગલાં અંગે ની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસેઝર [ એસઓપી ] તથા ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ ના હુકમ 6/6/2020 અનુસાર અને તેમાં જણાવેલ માર્ગદર્શિકા ધ્યાને લઇ શ્રી અંબાજી મંદિર તારીખ 12/6/2020 થી દર્શન માટે ખુલ્લું રહેશે યાત્રીકો એ માર્ગદર્શીકા અનુસરવા અપીલ કરાઈ છે અંબાજી મંદિર ના શક્તિદ્વાર થી ટોકન લઇ માઈ ભક્તો એ પ્રવેશ કરવાનો રહેશે,ભક્તો ને મોહનથાળ નો પ્રસાદ આપવામાં આવશે નહીં ,પૂજારી દ્વારા પાવડી પણ મુકવામાં આવશે નહિ.
દર્શન સમય ભક્તો માટે
સવારે 7:30 થી 10:45 સુધી
બપોરે 1:00 થી 4:30 સુધી
સાંજે 7:00 થી 8:15 સુધી
આરતી સમય , માત્ર પૂજારી માટે
સવારે મંગળા આરતી 7 વાગે થશે બપોરે સૂર્ય નારાયણ વાળી આરતી 12 – 20 વાગે થશે અને સાંજે સાંય આરતી 7 વાગે થશે ,પૂનમે સવારે 6 વાગે આરતી થશે ,આરતી મા કોઈ પણ ભક્ત ને પ્રવેશ આપવામાં આવશે નહિ
65 વર્ષ થી ઉપરના અને 10 વર્ષ થી નીચેના લોકો ને આવવું નહી
અંબાજી મંદિર તરફથી કોરોના વાઇરસ ને લઈને 65 વર્ષ થી વધુ ઉંમર ના અને 10 વર્ષ થી નીચેના નાના બાળકો ,સગર્ભા બહેનો અને બીમાર વ્યક્તિઓને દર્શન કરવા ન આવવા ટ્રસ્ટ તરફથી અનુરોધ કરવામાં આવેલ છે
દર્શન વ્યવસ્થા
શક્તિદ્વાર થી જ તમામ ભક્તો ને પ્રવેશ આપવામાં આવશે અને બહાર નીકળવાના માર્ગ અલગ અલગ રાખવામાં આવેલ છે તમામ ભક્તોને પગરખાં અને લગેજ પોતાના વાહન અથવા ઉતારા પર રાખીને દર્શન માટે આવવું સોશીયલ ડિસ્ટન્સ, સેનેટરાઇઝ, સાબુ સાથેના વોસ બેસીન, આરોગ્ય ચેકઅપ વગેરે માટે જીલ્લા વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવેલ છે. દરેક યાત્રાળુઓને માસ્ક પહેરીને દર્શન માટે આવવા વિનંતી કરાઈ હતી. માઈ ભક્તોને આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરવા વિનંતી છે યાત્રાળુઓને માતાજીને ચઢાવવા માટે સાથે લાવેલ પૂજા સામગ્રી મંદિરના સભા મંડપમા ન લઇ જઈ પિત્તળ ગેટ પાસે રાખેલ કાઉન્ટર ઉપર આપવાનું રહેશે.