ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનમા , આબુરોડ નગર પાલીકા અધ્યક્ષનો વિરોધ

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનમા , આબુરોડ નગર પાલીકા અધ્યક્ષનો વિરોધ
Spread the love

ગુજરાતના રાજકારણમા ભારે નવાજુની થયા બાદ કોરોના સમય મા પણ ગુજરાત ની રાજનીતી બદલાઈ ગઈ છે ,રાજ્ય સભા ની ચૂંટણી 19 મે ના રોજ જાહેર થતા ગુજરાત કોંગ્રેસ ના ત્રણ ધારાસભ્યો રાજીનામુ આપ્યા બાદ સફાળી જાગેલી કોંગ્રેસ હવે પોતાના 2 ઉમેદવારો જીતાડવા માટે અને પોતાના ધારાસભ્યો બચાવવા માટે રિસોર્ટ તરફ ફરીથી આગળ વધી છે આ ઘટના ક્રમ જોઈને ઉત્તર ગુજરાત ના ધારાસભ્યો અંબાજી પાસે ના જાંબુડી રિસોર્ટ ખાતે રોકાયા છે 4 તારીખ ના રાત્રે 8 ધારાસભ્યો સિદ્ધાર્થ પટેલ ની હાજરી મા વિન્ડ વાઈન્ડસ રિસોર્ટ ખાતે આવ્યા હતા ત્યારબાદ 5 તારીખ ના રોજ 14 ધારાસભ્યો રિસોર્ટ ખાતે આવ્યા હતા અને 6 તારીખ ના રોજ 3 ધારાસભ્ય આવ્યા હતા આમ કુલ 22 ધારાસભ્ય રિસોર્ટ ખાતે આવ્યા હતા આજે આબુરોડ નગરપાલીકા ના અધ્યક્ષ સુરેશ સિન્દલ દ્વારા આ કોંગ્રેસી ધારાસભ્યો નો વિરોધ કરાયો હતો.

આજે ત્રીજો દિવસ 19 ધારાસભ્યો વીંડ વાઇન્ડ રિસોર્ટ મા રાત ગુજારી હતી અને રવિવારે સવારે જાહેર મા ફરતા જોવા મળ્યા હતા આજે સવારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, બપોરે હિંમત સિંહ પટેલ અને શૈલેષ પરમાર આવ્યા હતા આમ કુલ 22 ધારાસભ્યો હાલ રિસોર્ટ ખાતે હાજર છે, શનિવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રિસોર્ટ ખાતે હાજર રહ્યા હતા અને ત્યારબાદ તેવો પરત નીકળી ગયા હતા આજે આબુરોડ નગર પાલિકા ના અધ્યક્ષ સુરેશ સિન્દલ દ્વારા આ રિસોર્ટ ના માલિક પર પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આ લોકો 188 નો ભંગ કર્યો છે, રાજસ્થાન પોલીસ પણ અહી હાજર રહી હતી

  • કોંગ્રેસના વધુ બ ત્રણ ધારાસભ્યો રાજસ્થાન ખાતેના રિસોર્ટ પહોંચ્યા
  • શૈલેષ પરમાર અને હિમ્મતસિંહ પટેલ અને કિરીટ પટેલ રિસોર્ટ પહોંચ્યા
  • હાલ કોંગ્રેસના કુલ 22 ધારાસભ્યો વાઈલ્ડ વીન્ડ્સ રિસોર્ટમાં
  • નવી સૂચના ના મળે ત્યાં સુધી ઉત્તર ગુજરાતના ધારાસભ્યો ને રિસોર્ટમાં જ રખાશે
  • વાઈલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસના MLA

1 ચંદનજી ઠાકોર
2 ભરતજી ઠાકોર
3 ગેનીબેન ઠાકોર
4 શિવભાઈ ભુરિયા
5 ગુલાબસિંહ રાજપૂત
6 કાંતિ ખરાડી
7 સી જે ચાવડા
8 બળદેવજી ઠાકોર
9 ઋત્વિક મકવાણા
10 રાજેશ ગોહિલ
11 મહેશ પટેલ
12 રાજેન્દ્રસિંહ ઠાકોર
13 અશ્વિન કોટવાલ
14 વજેસી પણદા
15 જશુભાઈ પટેલ
16 નૌશાદ સોલંકી
17 લખભાઈ ભરવાડ
18 નાથાભાઇ પટેલ
19 સુરેશ પટેલ
20 ડો. કિરીટ પટેલ
21 હિંમત સિંહ પટેલ
22 શૈલેષ પરમાર

IMG-20200607-WA0055-1.jpg IMG-20200607-WA0054-2.jpg IMG_20200606_140938-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!