ટોકન લઈને ભક્તો શક્તિદ્વારથી 12 જૂનથી દર્શન કરી શક્શે

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી દેશના સૌથી મોટા શક્તિપીઠોમાં અનેરૂ સ્થાન ધરાવે છે. 8 જૂનથી સોમનાથ અને દ્વારકાના દ્વારા ભક્તો માટે ખૂલી ગયા છે. પરંતુ શક્તિપીઠ અંબાજીના દ્વાર 12 જૂનથી ભક્તો માટે ખોલવામાં આવશે ત્યારે આજે અંબાજી મંદિર ખાતે વહીવટદારની હાજરીમાં દર્શન વ્યવસ્થા માટે મોકડ્રિલ યોજાઇ હતી. ભક્તોને માસ્ક વગર મંદિરમાં પ્રવેશ મળશે નહીં.
આરોગ્ય અધિકારી દ્વારા તપાસ કરીને જ મંદિરમાં પ્રવેશ મળશે
મુખ્ય દ્વાર પાસેથી ભક્તોએ ટોકન લઈને જવાનું રહેશે જગ્યા જગ્યા ઉપર ભક્તોની આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી કરવામાં આવશે ભક્તોને ગર્ભગૃહમાં દર્શન પ્રવેશ મળશે નહીં ભક્તોને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના કુંડાળા ઉપર જ ઊભા રહેવાનું રહેશે.
રિપોર્ટ : અમીત પટેલ (અંબાજી)