‘સૌ ભણે સૌ આગળ વધે’ના સુત્ર સાર્થક કરતી હળવદની મંગલમ વિદ્યાલય

‘સૌ ભણે સૌ આગળ વધે’ના સુત્ર સાર્થક કરતી હળવદની મંગલમ વિદ્યાલય
Spread the love

હળવદ : કોરોનાની મહામારીને પગલે સમગ્ર દેશ દુનિયાની આર્થિક વ્યવસ્થા પર મોટી અસર પડી છે ત્યારે વાલીઓની વેદનાઓ જાણી સૌ ભણે સૌ આગળ વધે એ સુત્રને સાર્થક કરવા માટે હળવદના મંગલમ વિદ્યાલય કોમર્સ વિભાગની ફિ માં હવે સાયન્સ વિભાગની કરી એડમિશન ઓપન કરી પંથકમાં અનેરું સાહસ કરવામાં આવ્યું છે તો સાથે સાથે એસ.એસ.સીમા આકર્ષક પરિણામ મેળવતાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની જાહેરાત કરી કોરોનાની મહામારી વચ્ચે મંગલમ વિદ્યાલયે મનગમતો નિર્ણય કરતાં વાલીઓએ વધાવી લીધો છે.

કોરોનાની મહામારીના પગલે વાલીઓને પોતાના મનગમતા વિષયોમાં બાળકોને ભણાવા સંકટ ઊભું થયું છે ત્યારે મંગલમ વિદ્યાલય વાલીઓની વેદના જાણી અને સૌ ભણે અને આગળ વધે ના સરકારના સુત્રને સાર્થક કરતાં આગળ આવી કોમર્સની ફિ માં હવે સાયન્સ કરાવી પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે માટે એડમિશન ઓપન થઇ ચૂકી છે.

હર હંમેશા સમાજને કંઈક નવું આપવા માટે તત્પર મંગલમ વિદ્યાલય આ વર્ષે પણ કોમર્સની ફિ માં સાયન્સ કરવાની જાહેરાત કરી વાલીઓને આર્થિક રૂપે મદદરૂપ થવાની નિર્ણય તો કર્યો છે તો સાથે સાથે એસ.એસ.સી માં આકર્ષક પરીણામ મેળવતી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

આ તકે  શાળાના આચાર્ય દલસુખભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે અમારા આ નિર્ણયથી સરકારશ્રીના સૌ ભણે સૌ આગળ વધે ના સૂત્ર અને વધુ વેગવંતુ બનાવવામાં પ્રયત્ન કરીશું તો સાથે સાથે શાળા સંચાલક અશોકભાઈ પટેલ તેમજ રાજેશભાઈ પટેલએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ વધુમાં વધુ એડમિશનનો લાભ મેળવી શકે તેવી આશા વ્યક્ત કરી હતી.

રિપોર્ટ : જગદીશ પરમાર (હળવદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!