વેગડવાવ રોડ પર બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ એક તબીબને ફટકારી નોટીસ

વેગડવાવ રોડ પર બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ એક તબીબને ફટકારી નોટીસ
Spread the love

હળવદ : હળવદ પંથકમાં ગામડાઓમાં છે તબીબોનો રાફડો ફાટયો છે ત્યારે વેગડવાવ રોડપર બિન અધિકૃત બાયો મેડિકલ વેસ્ટ કચરો ફેકી પશુ-પક્ષીઓ તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો અહેવાલ પ્રકાશિત થયા બાદ GPCB હરકતમાં આવી સ્થળ ચકાસણી કરી એક તબીબને કારણ દર્શક નોટિસ ફટકારી હતી તો સાથે સાથે બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો.

હળવદના વેગડવાવ રોડ પર બે દિવસ પહેલા ડોક્ટરની પ્રેક્ટિસ બાદ વધેલો કચરો જાહેર માર્ગ પર ફેકી પશુ-પક્ષીઓ પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો અહેવાલ પ્રકાશિત થયો હતો. જે અહેવાલના અનુસંધાને મોરબી જીપીસીબીના અધિકારી હળવદના વેગડવાવ સ્થળ ચકાસણી કરી હતી. જેમાં ચકાસણી દરમિયાન જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે આ કોઈ તબીબનુ નિર્લજ્જ કામ છે ત્યારે હાલ અમે આની ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરશું અને હાલ વેગડવાવના ખાનગી તબીબને કારણ દર્શક નોટીસ ફટકારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદના મોટાભાગના ગામડાઓમાં ખાનગી ડોક્ટરો પ્રેક્ટિસ કરી તગડી કમાણી કરતાં હોય છે જ્યારે તબીબો પાસે બાયો મેડિકલ વેસ્ટ નિકાલ કરવા માટેનું લાયસન્સ હોતું નથી જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ફેંકી પશુ-પક્ષીઓ તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે આવા તબીબો પર GPCB લાલ આંખ કરે તે જરૂરી બન્યું હતું ત્યારે આ કાર્યવાહીના પગલે તબીબો જાગશે કે કેમ તે જોવાનું રહ્યું ?

રિપોર્ટ : જગદીશ પરમાર (હળવદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!