હળવદના મિયાણી ગામે વીજ કરંટ લાગતા ભેંસનું મોત

હળવદના મિયાણી ગામે વીજ કરંટ લાગતા ભેંસનું મોત
Spread the love

હળવદ : હળવદમા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારમાં વિજ ધાંધીયા અને બેદરકારી જોવા મળે છે ત્યારે ફરી એક વખત તાલુકાના મિયાણી ગામે વિજપોલના અર્થીગમાથી કરંટ લાગતા 65 હજારની કિંમતની ભેંસનું મોત થયું હતું ત્યારે વિજ વિભાગની બેદરકારીનો ભોગ ખેડૂત વળતર ચુકવવામાં માંગ ઉઠી છે.

વીજ ધાંધિયાના કારણે અવારનવાર ખેડૂતો વિવિધ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ત્યારે ફરી વાર હળવદના મિયાણી ગામે વીજપોલના અરથીંગમાથી નિકળતા કરંટના કારણે ખેડૂત સંજયભાઈ દુદાભાઈ ઝેઝરીયાની આજીવિકા સમાન 65 હજારની કિંમતની ભેંસનું મોત થયું હતું. હળવદ કચેરી ખાતે હજુ ગઈકાલે જ સુખપર અને શક્તિ નગરના ખેડૂતો વિજળીની સમસ્યાઓને લઈને પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા હતા ત્યારે પંથકમાં વીજ ધાંધિયાની સમસ્યાને લઇને ખેડૂતો પીડાઈ રહ્યા છે.

પીજીવીસીએલ કચેરી ફક્ત મોટા મોટા બીલો બનાવી ગ્રાહકો સેવા આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે પીજીવીસીએલ દ્વારા વિજળીની સુવિધા પૂરી પાડવામાં આવે તો ખેડૂતોને લાભ થઈ શકે તેમ છે ત્યારે મિયાણી ગામે વિજ કરંટના કારણે ભેંસનું મોત થયેલા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે પણ માંગ ઉઠી છે.

રિપોર્ટ : જગદીશ પરમાર (હળવદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!