મજીવાણા ગામે થયેલ મર્ડરના હત્યારાને કલાકોમાં પકડી પાડતી પોરબંદર LCB તથા બગવદર પોલીસ

મજીવાણા ગામે થયેલ મર્ડરના હત્યારાને કલાકોમાં પકડી પાડતી પોરબંદર LCB તથા બગવદર પોલીસ
Spread the love

મજીવાણા ગામેં ખેતરના સેઢા બાબતે મનદુઃખ રાખી મરણ જનાર લાખાજી જેઠાજી ઓડેદરા ને આરોપી ભાવેશ મશરીજી ઓડેદરા રહે. મજીવાણા તા.જી. પોરબંદરનાઓએ મરણજનાર તેના ઘરની ઓસરીમા સુતા હતા ત્યારે કોઇ બોથડ પદાર્થ વડે માથામા કપાળ,નાક તથા જડબા પર ગંભીર ઇજા કરી મોત નીપજાવી નાસી ગયેલ હતો. જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને પકડી પાડવા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્રારા એલ.સી.બી./એસ.ઓ.જી./પેરોલ ફર્લો તથા બગવદર પોલીસની અલગ અલગ ટીમ બનાવવામા આવેલ અને મજીવાણા તથા આજુબાજુના સીમ વિસ્તારમા કોમ્બીંગ હાથ ધરવામા આવેલ.

જે દરમ્યાન બગવદર પો.સ્ટે.ના PSI ડી.કે.ઝાલા ને ચોક્કસ હકિકત મળેલ કે, ફટાણા ગામ,બસ સ્ટેન્ડ પાછળ, ક્રિકેટ ગ્રાઉન્ડમા રાત્રીના સમયે આરોપી ભાવેશ છુપાયો છે તેવી હકિકત આધારે LCB PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા તથા બગવદર પો.સ્ટે.ના PSI ડી.કે.ઝાલા નાઓએ પો.સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી આરોપી ભાવેશ મશરીજી ઓડેદરા રહે. મજીવાણા ગામ, વાળાને કોર્ડન કરી પકડી પાડેલ છે. આ કામગીરીમાં પોરબંદર એલ.સી.બી PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા તથા બગવદર પો.સ્ટે.ના PSI ડી.કે.ઝાલા તથા LCB ના ASI રમેશભાઇ તથા HC રવિન્દ્રભાઇ, ગોવિંદભાઇ, સુરેશભાઇ તથા PC દિલીપભાઇ, સલીમભાઇ, તથા બગવદર પો.સ્ટે.ના HC હરદાસભાઇ, PC રવિભાઇ, પુથુભા, વિપુલભાઇ, અતુલભાઇ, વિજયસિહ, રાજાભાઇ મોરી, વિગેરે આ કામગીરીમા રોકાયેલ હતા.

રિપોર્ટ : નાગેશ મોડેદરા (પોરબંદર)

06

Admin

Nagesh Modedara

9909969099
Right Click Disabled!