ખેડબ્રહ્મા : વેવાઈ વેવાણની ગળેફાંસો ખાઇને આત્મહત્યા

ખેડબ્રહ્મા તાલુકાના દિધીયા ગામે વેવાઈ વેવાણની ગળેફાંસો ખાઇ ઝાડ ઉપર લટકતી લાશ મળી હતી. ગુજરાત રાજ્યમાં આવો જ એક કિસ્સો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો હતો. ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વી. બી. પટેલને બાતમી મળતા તાબડતોડ દિધીયા ગામની સીમમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા જ્યાં વેવાઈ વેવાણની લાસ્ટ ગળેફાંસો ખાઇ ઝાડ ઉપર લટકતી જોવા મળી હતી.
પોલીસ સ્ટાફની મદદથી દિવ્યા ગ્રામજનોની હાજરીમાં પંચનામુ કરી બંને લાશોને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ માટે જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા લાવવામાં આવી હતી. જ્યાં તેમનાં વાલીવારસોને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા. આધારભૂત સૂત્રોની મળતી માહિતી પ્રમાણે મૃતક બંને વડાલી તાલુકાના થેરાસણા ગામના હતા. જેઓ રવિવારના રોજ થેરાસણા ગામેથી ફરાર થઈ ગયા હતા.
મૃતક વેવાઈનું નામ જેન્તીભાઈ મોહનભાઈ ઠાકોર અને વેવાણનું નામ જાગૃતીબેન કચરાભાઈ ઠાકોર રહેવાસી થેરાસણાના વતની હતા. અવાર નવાર બનતા આવા અજુગતા કિસ્સાઓ સમાજ માટે કલંકરૂપ અને લાલબત્તી સમાન છે. વેવાઈ-વેવાણ બંને ઠાકોર સમાજના હોય હાલ તો થેરાસણા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વી. બી. પટેલે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ધીરુભાઈ ખેડબ્રહ્મા