માણાવદરનું ગૌરવ વધારતો પાર્થ વૈશ્નાણી

માણાવદર ના ડોકટર વૈશ્નાણી સાહેબ અને ડોક્ટર પુષ્પાબેન વૈશ્નાણી ના પુત્ર પાર્થ વૈશ્ર્નાણીએ તાજેતરમાં ધોરણ 10 ના પરિણામ જાહેર થતા જૂનાગઢ ની જાવિયા સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પાર્થ વૈશ્ર્નાણી ઇંગ્લીશ મિડીયમ માં જૂનાગઢ જિલ્લા માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે પાર્થ એ 99.99. પી.આર મેળવી સમગ્ર શાળા તેમજ માણાવદર નું ગૌરવ વધારેલ છે તેને સફળતા વિશે પુછતા જણાવેલ હતું કે તે દરરોજ 7થી 8 કલાક વાંચન કરતો હતો અને તેમને હવે પછી ડોક્ટર બનવાની ઇચ્છા છે.
રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)