વિશ્વ નાં હિરા બજારમાં અરુણભાઈ ની લોકપ્રિયતા અણમોલ છે : હાર્દિક હુંડીયા

- લોકો એક્ષપોર્ટ નહીં કરે
હિરા બજારનાં મહારાજા અરુણ મહેતા ની સંસાર માંથી થયેલ આકસ્મિક વિદાય નાં પગલે વિશ્ર્વ નું હિરા બજાર સ્તબ્ધ છે. પહેલી વખત એવું બન્યું છે જયારે ભારતીય હિરા બજારનાં હિરા વેપારીઓ એ નિર્ણય લીધો છે કે હિરા બજારની દરેક તકલીફ માં ઉભા રહેવા વાળા અરુણ ભાઈ મહેતા નાં માન માં કોઈપણ વેપારી વેપાર નહીં કરે આ વાત જણાવતાં ડાયમંડ એક્ષપર્ટ હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે અરુણ ભાઈ ની લોકપ્રિયતા આતંરરાષ્ટ્રીય માર્કેટ માં છે. આવતી કાલે સુરત અને મુંબઈ આ બંને બજાર હિરા ઉધ્ધોગ નાં હબ ગણાય છે તે કાલે બંધ રાખવાનું એલાન થયેલ છે.
મુંબઈ ખાતે ભારત ડાયમંડ બુર્શ, ધ જેમ્સ એન્ડ જવેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાંઉન્સીલ , ધ મુંબઈ ડાયમંડ મરચંન્ટ એશોશિયેશન જેવી અનેક હિરા બજાર ની પ્રમુખ સંસ્થા ઓએ પણ કાલે કારોબાર બંધ રાખવાનું એલાન કરી દીધેલ છે. કાલે કસ્ટમ ચાલુ છે પરંતુ દરેક વેપારી ઇચ્છે છે કે કાલે હિરા નો કારોબાર સંપૂર્ણ બંધ રહેવો જોઈએ. અને સાથે સાથે કોઈપણ વેપારી એક્ષપોર્ટ પણ નહીં કરે. હિરા બજાર નાં વેપારી સંજય શાહે જણાવ્યું કે અરુણ ભાઈ ની વિદેશ માં પણ બહુ જ લોકપ્રિયતા છે તેને કારણે કદાચ વિદેશ નાં ઘણા હિરા બજારો કાલે બંધ પાળશે તેવા સમાચાર આવી રહ્યા છે.