ગુજરાત રાજસ્થાન સીમા વિવાદ સુલેહ મિટીંગ

ગુજરાત રાજસ્થાન સીમા વિવાદ સુલેહ મિટીંગ
Spread the love

ગુજરાત રાજ્ય ના સાબરકાંઠા જિલ્લાના પોશિના તાલુકા ની સરહદ પૂર્ણ થતાં રાજસ્થાન રાજ્યી સીમાઓ શરૂ થાય છે. અવારનવાર સીમા સરહદો બાબતે બંને રાજ્યોના સરહદો પર ના ગામડાઓમાં રહેતા મૂળ નિવાસી લોકો વચ્ચે જમીન સરહદ બાબતે વિવાદો સર્જાય છે. અગાઉ પણ અનેક વાર વાર્તાલાપ દ્વારા સુલેહ શાંતિ માટે ચર્ચા કરી સમજૂતી કરાર કર્યા હતા છતાં એક યા બીજા કારણોસર વિવાદો સર્જાય કરે છે.

બંને રાજ્યોના સરહદો પર ના અધિકારીઓ દ્વારા આજે પોશીના તાલુકા મથકે નાયબ કલેક્ટરશ્રી કૌશિકભાઈ મોદી સાહેબના સાનિધ્યમા ખેડબ્રહ્મા અને પોશીના મામલતદારશ્રીઓ, રેન્જ ઓફિસરશ્રીઓ, ખેડબ્રહ્મા અને પોશીના પોલીસ સ્ટેશનના પીએસઆઇશ્રીઓ, સેટલમેન્ટ અધિકારીશ્રીઓ અને રાજસ્થાન રાજ્યના સરહદી જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં બંને રાજ્યોના સરહદો પર જમીન સરહદોના વીવાદો ન સર્જાય તે માટે સરહદી ગામડાઓમાં રહેતા મૂળ નિવાસી પાંચ ગામના લોકોને સાથે રાખી સુલેહ શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી. અને નજીકના સમયમાં સરહદી વિસ્તારમાં સીમા રેખાઓ કરી સરહદોની બોર્ડર નક્કી કરવામાં આવશે તેવું નાયબ કલેક્ટરશ્રી મોદી સાહેબે જણાવ્યું હતું.

ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG-20200615-WA0033.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!