બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને પ્રોત્સાહન આપતી થરાદની વાઈબ્રન્ટ વિદ્યાલય શાળાનું ઝળહળતું પરિણામ

વર્તમાન સમયમાં કોરોના વાયરસ ધમધમી રહ્યો છે તેવા સમયે ધોરણ દસ બાદ 15મી જૂનના રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ વેબસાઈટ પર જાહેર થયું હતું, જેમાં સંતશ્રી દયારામ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત થરાદની વાઈબ્રન્ટ વિદ્યાલય શાળામાં SSC અને HSC પરિક્ષાના ઝળહળતા પરિણામની સાથે બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરતી શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું હતું. થરાદથી ધાનેરા તરફ જતા હાઈવે પર આવેલ વાઈબ્રન્ટ વિદ્યાલય શાળા ઘોંઘાટ રહિત, રમણીય- શાંત વાતાવરણમાં શાળા મહેકી રહી છે ત્યારે વર્ષ 2020 માં લેવાયેલ SSC બોર્ડનું પરિણામમાં થરાદની વાઈબ્રન્ટ વિદ્યાલય ગુજરાત રાજ્યની દ્રષ્ટિએ 60.64% પરિણામ, બનાસકાંઠા જીલ્લા લેવલે 64.08% પરિણામ, થરાદ સેન્ટરના લેવલે 59.66% પરિણામ અને શાળાનું 81.48% પરિણામ આવ્યું હતું.
ત્યારબાદ HSC બોર્ડના પરિણામમાં સૌથી વધુ 98.37 P.R. સાથે વિદ્યાર્થી તારલા ઝળકી શાળાનું નામ રોશન કર્યું હતું, જોકે HSC બોર્ડની લેવાયેલ પરીક્ષામાં વાઈબ્રન્ટ વિદ્યાલય શાળા ગુજરાત રાજ્ય લેવલે 76.29% પરિણામ, બનાસકાંઠા જીલ્લા લેવલે 85.66% પરિણામ, થરાદ સેન્ટર લેવલે 86.27% પરિણામ અને શાળાનું પરિણામ 85.71% આવતા વિદ્યાર્થીઓ સહિત શાળા પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને પ્રોત્સાહન આપતી વાઈબ્રન્ટ વિદ્યાલય દિકરીઓની ફી અડધી લઇ સંસ્કારોનું સિંચન કરતી હોઈ શાળાનું ઉજ્જવળ પરિણામ આવ્યું હતું. જોકે વિદ્યાર્થીઓનું ભાવિ સુધારવાની સાથે ઉત્તમ કારકિર્દીનું નિર્માણ કરતી સંતશ્રી દયારામ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત વાઈબ્રન્ટ વિદ્યાલય થરાદનું ઝળહળતું પરિણામ આવવા બદલ શાળા પરિવારને સંસ્થાના સંચાલક ભરતભાઈ રાણાભાઈ પટેલે અભિનંદન પાઠવી સખત કામગીરીને બિરદાવી હતી.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ