હળવદના વેગવાવની સીમમાં માઈનોર કેનાલમાં બાદ્યો બંધ : 1200 વીધામા અસર

માઇનોર કેનાલ થકી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવાનું સરકારની મહત્વપૂર્ણ યોજના છે જેમાં હળવદના વેગડવાવ ગામમાંથી પસાર થતી કેનાલમાં 1200 ફુટ લાંબો આડો બંધ બાંધી અને કેનાલને નુકસાન પહોંચાડ્યું હતું જેમાં ઇસનપુર વેગડવાવના 50 જેટલા ખેડૂતોની આશરે 1500 વીઘા જમીન પિયત થઈ શકે તેમ છે ત્યારે ધાંગધ્રા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ લેખિતમાં રજૂઆત કરી પારો દૂર કરી તેમજ કેનાલનું સમારકામ કરવા માંગ કરી હતી.
નર્મદાના નીર થકી ખેડૂતોને મબલખ ઉત્પાદન મળી રહ્યું છે ત્યારે ખેડૂતો પણ સારુ ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર થઇ રહ્યા છે ત્યારે ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા માઈનોર કેનાલનુ નિર્માણ થઇ રહ્યું છે ત્યારે મોટા ભાગની કેનાલ પૂર્ણતાને આરે છે જેમાં હળવદના વેગડવાવ ગામે હજી બે વર્ષ પહેલાં જ કેનાલની કામગીરી પૂર્ણ થયું હતું ત્યારે માઇનોર કેનાલમાં 1200 ફુટ જેટલો આડો બંધ બાંધી નર્મદા કેનાલની નુકસાન પહોંચાડી છેવાડાના ખેડૂતોને પાણી નહીં પહોંચાડવાનું કાવતરું છે જેમાં તાલુકાના ઇસનપુર અને વેગડવાવ 50 જેટલા ખેડૂતોને પાણી મળતું બંધ થઈ ગયું આશરે 1500 વીધા જમીનમાં પિયતનુ ખેડૂતોને પાણી નહીં મળે ખેડૂતોને પાણી બંધ થતાં મોટું નુકશાન થશે ત્યારે ખેડૂતો ધાંગધ્રા મામલતદાર કચેરી ખાતે સૌરાષ્ટ્ર શાખાના અધિકારી પાસે રજૂઆત કરી હતી જેમાં કેનાલમાં બાંધેલો બંધ પારો દૂર કરવા તેમજ સમાર કામ હાથ ધરવા માંગ કરી હતી.