બાબરા : માસ્ક વગર ફરતા લોકો સામે પોલિસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

- બાબરા શહેર માં માસ્ક વગર ફરતા લોકો સામે પોલિસ જવાનો દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી.
- માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરી દંડ વસુલ કરવામાં આવ્યો
વિશ્વભરમાં ચાલતી કોરોના ની મહામારી માં લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત કરેલ હોય તેમ છતા લોકો સરકારશ્રી તરફથી આપેલ સુચનાઓ નું પાલન થતું ના હતું. આ સુચનાઓ નું પાલન કરાવવા માટે સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓને સતાઓ આપવામાં આવેલ હતી. તેમ છતા સ્થાનિક સંસ્થાઓ દ્રારા કોઈ પણ પ્રકાર ની કડક કાર્યવાહી થતી ન હોવાથી સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓને આપેલ સતાઓ પરત ખેંચીને આ સતાઓ પોલિસને આપવામાં આવતા અમરેલી જીલ્લા એસ.પી. સાહેબ દ્રારા આપવામાં આવેલ સુચના મુજબ બાબરા શહેરમાં માસ્ક વગર ફરતા લોકોની સામે કડક કાર્યવાહી કરીને દંડ ની રકમ વસુલ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમ્યાન કુલ ૧૫૪ વ્યક્તિઓ પાસે થી દંડ ની કુલ રકમ તા.૧૮/૦૬/૨૦૨૦ રૂ. ૩૦,૮૦૦ ની વસુલ કરવામાં આવી હતી. આ કામગીરી બાબરા પી.એસ.આઈ. શ્રી પંડ્યા સાહેબ, પી.એસ.આઈ. શ્રી ગોસાઈ સાહેબ તેમજ એ.એસ.ઈ એસ.ડી. અમરેલિયા સાહેબ નરેશભાઈ ખડા,રૂશીકેશભાઈ શુક્લ, દિવાકભાઇ તેમનો સ્ટાફ સાથે મળી ને હાથ ધરવામાં આવી હતી. બાબરા પોલિસ જવાનો ની આ સુંદર કામગીરી શહેર ના લોકોએ આવકારી અને બિરદાવી પણ હતી.
રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)