ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા તાલુકાના નીચીધનાલ ગામે જમીન વાવેતર બાબતે હુમલો

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા તાલુકાના નીચીધનાલ ગામે જમીન વાવેતર બાબતે હુમલો
Spread the love
  • જાનથી મારી નાખવાની ધમકી
  • ફરિયાદીઓને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ

ખેડબ્રહ્મા તાલુકાના મધુનગર કંપાના રહેવાસી પંચાલ દિનેશભાઈ ઇશ્વરભાઇ, ઇશ્વરભાઇ પંચાલ તેમજ અલકાબેન પંચાલ નીચી ધનાલ ગામે પોતાની માલિકીની સવૅ નંબર ૨૯૧નીજમીનમાં વાવેતર કરવા ગયા હતા. ત્યારે અમારી જમીન માં કેમ વાવેતર કરવા આવ્યા છો તેમ કહી રાજેશભાઈ દિનેશભાઈ, ડાહ્યાભાઈ પંચાલ રહે.નીચીધનાલ, પપ્પુભાઈપંચાલ રહે.મટોડા, મુકેશભાઈ શંકરભાઈ પંચાલ રહે. શ્યામનગર અને ચોકીદાર સાથે ગેરકાયદેસરમંડળી રચીને એક સંપ થઇ આવેશમાં આવી જઈ બિભત્સ ગાળો બોલી મહેશભાઈ ને લાકડીથી અને અલકાબેન પંચાલ ને સળિયા વડે માર મારવા લાગેલા અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

સાથે ફોર વીલર ગાડી નંGJ09VB 1567ને પણ લાકડી અને સળીયાથી નુકસાન કરેલ છે સાથે મારી નાખવાની ધમકી પણ આપેલ છે હવે પછી જો આ ખેતરમાં પગ મુક્યો તો એકને પણ જીવતા જવા દેશુ નહીં. મધુ નગર ગામના રહેવાસીઓને વધુ ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ
આ બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. હવે જોવું એ રહ્યું કે આરોપી ઓની અટક કરવામાં આવે છે કે કેમ ?

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20200619-WA0063-0.jpg IMG-20200619-WA0054-1.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!