જિલ્લાના વધુ ચાર કોરોના દર્દીઓએ કોરોનાને માત આપી

- જિલ્લામાં નવા ત્રણ કોરોનાના દર્દી નોંધાતા જિલ્લામાં કુલ ૧૨૧ કેસ નોંધાયા
- જિલ્લામાંથી કુલ ૯૬ દર્દીઓ કોરોના મુક્ત થયા
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓને સારવાર આપતી તબીબી ટીમની મહેનતથી વધુ ચાર કોરોનાના દર્દીઓ કોરોના મુક્ત થયા. તલોદના ૪૫ વર્ષિય પુરૂષ બાબુસિંહ પરમાર, હિંમતનગરના ૪૬ વર્ષિય પુરૂષ જયેશકુમાર ચાવડા જેઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે, ઇડરના ૨૫ વર્ષિય યુવક ગૌરવકુમાર ધોબી સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે તેમજ હિંમતનગરના ગઢોડાના ૬૦ વર્ષિય વિધાબેન પટેલ એપોલો અમદાવાદ ખાતેથી કોરોનાને માત આપતા આજે તેઓને ઘરે જવા રજા અપાઇ હતી.
જ્યારે શુક્રવારે આવેલા રીપોર્ટ પ્રમાણે જિલ્લામાં નવા ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં વડાલી તાલુકાના વાડોથના ૨૯ વર્ષીય પુરુષ, હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારના હરસિદ્ધ સોસાયટીના ૫૭ વર્ષીય પુરુષ અને મોતીપુરા વિસ્તારના પૃથ્વીનગર ૫૭ વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જિલ્લામાંથી અત્યાર સુધીમાં કોરોનાના ૧૨૧ દર્દી નોંધાયા છે જેમાંથી ૯૬ દર્દી કોરોના મુક્ત થયા છે. હાલ ૧૯ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે જ્યારે ૬ કોરોના દર્દીના દુખદ અવસાન થયા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)