નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા ચાઈનીઝ એપના પ્રતિબંધને પૂરું સમર્થન

ભારત સરકાર દ્વારા મુકવામાં આવેલ ચાઈનીઝ પ્રોડક્ટ પર દેશ ભરમાંથી લોકોએ દેશ હિત માટે સરકારને સમર્થન આપેલ છે, તેવામાં પાલનપુર ખાતે કેટલાય વર્ષોથી ચલાવવામાં આવતું નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા ગત રોજ ચાઈનીઝ પ્રોડક્ટ તેમજ ચાઈનીઝ એપ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ ને સરકાર તેમજ વહીવટી તંત્રના ઉત્તમ કાર્ય બદલ બિરદાવતા વહીવટી તંત્ર અને સરકાર શ્રીને આભાર પત્ર આપવામાં આવ્યું હતું. ભારત દેશ ના હિત માટે ચાઈનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુકાયો છે, તે નિર્ણય નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા બિરદાવવામાં આવ્યો હતો અને સાથે ભારત સરકાર નો ઉત્તમ કાર્ય કરવા બદલ આભાર માન્યો હતો.
વધુમાં નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે અગાઉ પણ જે એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાતી હતી તેમાં બેંક ફ્રોડ સહિતના ઘણા સાયબર ક્રાઇમને લગતા બનાવો બનતા હતા, તેને સરકારે પ્રતિબંધ મુકવા થી દેશવાસીઓ ને તેનો ખૂબ સારો લાભ થશે અને નાગરિકોને ચોક્કસ ફાયદો થશે. ભારત સરકાર અને વહીવટી તંત્રને બિરદાવવા સાથે આભાર વ્યક્ત કરતા નિસ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ શ્રી નીતીનભાઇ ઠાકોર, રૂપેશભાઈ ગુપ્તા, ઠાકુર દાસભાઈ ખત્રી, જીગરભાઈ સોની, અમિત ગુપ્તા, પાર્થ પ્રજાપતિ, સચિન સહિતના તમામ નિસ્વાર્થ સેવા સંગઠનના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વહીવટી તંત્રને આભાર આપી વહીવટી તંત્ર અને સરકારશ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)