પુત્રના જન્મ દિવસની ઉજવણીને અનોખી રીતે ઉજવતા સેવાભાવી ઠાકોરદાસ ખત્રી

વિશ્વ ભરમાં અનેક તહેવારો, ઉજવણીઓ તેમજ પ્રસંગો ઉજવાતા જોવા મળી રહેતા હોય છે, ત્યારે પાલનપુર ના સેવાભાવી વ્યક્તિ ઠાકુરદાસ ખત્રી શ્રીએ પોતાના લાડકવાયા પુત્રના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી પાલનપુર વિસ્તારમાં ૩૦૦ જેટલા વિનામૂલ્યે માસ્ક વિતરણ કરીને કરવામાં આવી હતી. ગત રોજ તારીખ ૨/૭/૨૦૨૦ ના રોજ પાલનપુરની પવન ફૂટવેર નામની દુકાન ચલાવતા વેપારી તેમજ સેવાકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા વ્યક્તિત્વ એવા ઠાકોરદાસ ખત્રી શ્રીના પુત્ર કાર્તિકના જન્મ દિવસ નિમિત્તે તેઓ, તેમના પરિવાર તેમજ નિસ્વાર્થ સેવા સંગઠન ના કાર્યકર્તાઓ સાથે મળી, કંથેરિયા હનુમાન મંદિરમાં ૫૧ માસ્ક વિતરણ કરવામાં આવ્યા અને સિમલાગેટ વિસ્તારમાં પણ માસ્ક વિતરણ કરવામાં આવ્યા, જેમાં કુલ ૩૦૦ જેટલા માસ્કનું વિતરણ કરી એક અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ સેવા કાર્યમાં નિસ્વાર્થ સેવા સંગઠનના કાર્યકર્તા મિત્રો પણ હાજર રહ્યા હતા.
અહેવાલ :- તુલસી.બોધુ, બ.કાં
( લોકાર્પણ દૈનિક )