માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી મહેક ફેલાવતા સેવાભાવી ઠાકુરદાસ ખત્રી…!

પાલનપુરમાં ગણા બધા ભિક્ષુકો માથે આભ અને નીચે ધરતી માની વ્યતિત જીવન ગુજરાત અવાર-નવાર ફરતા જોવા મળી રહેતા હોય છે. ગત તારીખ :- ૦૧/૦૭/૨૦૨૦ના રોજ પાલનપુરમાં આવેલ પવન ફૂટવેર નામની દુકાન ચલાવનાર ઈમાનદાર વેપારી તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં આગવું સ્થાન ધરાવતા નિસ્વાર્થ સેવા સંગઠનના સેવાભાવી વ્યક્તિત્વ ઠાકોરદાસ ખત્રી દ્વારા અનોખી રીતે સેવાનો ધોધ વરસાવી માનવતની મહેક ફેલાવવામાં આવી હતી, જેમાં પાલનપુરમાં આવેલ વિસ્તારોમાં ફરતા ભિક્ષુક ને વાળ, દાઢી કરાવ્યા તેમજ નવરાવીને નવા કપડાં પહેરાવવામાં આવ્યા સાથે માસ્ક પહેરાવી તૈયાર કરી સ્વચ્છ કરવામાં આવ્યા હતા.
શ્રીઠાકોરદાસ ખત્રી તેમજ નિઃસ્વાર્થ સેવા સંગઠનના સભ્યો દ્વારા દર વર્ષે આ રીતે ભિક્ષુકો ની એક અનોખી રીતે સેવા કરી માનવતાની મહેક ફેલાવવામાં આવે છે. વધુમાં નિસ્વાર્થ સેવા સંગઠનના શ્રી ઠાકુરદાસ ખત્રી જણાવે છે, કે પાલનપુરમાં નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા ભિક્ષુક ને ભોજન, કપડા આપી તેમજ વાળ કાપાવીને તૈયાર કરી સ્વચ્છ કરવામાં આવે છે અને અમારા માટે એક આનંદ ની વાત કહેવાય કે અમને નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમ થી ગરીબ લોકોની સેવા કરવા માટેના, સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં વધારે મજા આવે છે.
અહેવાલ : તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)