પોલીસે કબજે કરેલ તમાકુ-સોપારીનો જથ્થો મુક્ત કરવા અદાલતનો આદેશ

- જામનગરમાં લોકડાઉન દરમિયાન પોલીસે પકડી પાડેલ તમાકુ-સોપારીનો લાખો રૂપિયાનો જથ્થો અદાલતે મુક્ત કરવા આદેશ કર્યો છે
લોકડાઉન દરમિયાન જામનગરના વેપારીઓ જીજ્ઞેશભાઈ ચાવડાના મકાનમાં તે ગેરકાયદેસર રીતે તમાકુ સોપારી અને પડીકુંનો લાખો રૂપિયાનો જથ્થો રાખી અને વેચાણ કરતા હોય તે હકીકત સામે આવતા પોલીસ દ્વારા વેપારી ઘરમાં રેઈડ કરવામાં આવેલ આ દરમિયાન બે ગ્રાહકો તમાકુંનો માલસામાન ખરીદી કરતા હોય તે પકડાઇ ગયેલ, અને પોલીસે વેપારી જીજ્ઞેશભાઈ ચાવડા સામે જાહેરનામાનો ભંગ અને આ મહામારીના સમયમાં આ રીતે લાખો રૂપિયાનો પ્રોહીબીટેડ તમાકુનો માલ સામાન વેચાણ કરતા હોય જેથી કરીને એપેડેમીક ડીસીઇ એકટ તળે ગુન્હો દાખલ કરી અને તમાકુ તથા સોપારી, વિમલ સોપારી બાગબાન તમાકુ વિગેરેનો રૂા.1,63,650નો માલ સામાન મુજે કરેલ હતો.
ગુન્હો દાખલ થયા બાદ આરોપી વેપારી દ્વારા આ પોતાના માલસામાન પર માંગવા માટે નામ, અદાલત સમક્ષ અરજી કરી લાખો રૂપિયાની તમાકુ-સોપારીનો જથ્થો વધુ સમય પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ રાખવાથી તમાકુ અને સોપારી બગડી જાય તેમ હોવાની આરોપી વેપારી વકીલ જીજ્ઞેશભાઈ રણછોડભાઈ ચાવડા તરફે વકીલ રાજેશ ડી.ગોસાઇ, વિશાલ વાય.જાની, હરદેવસિંહ આર.ગોહિલ, રજનીકાંત આર.નાખવા તથા કલ્પેન વી.રાજાણી દલીલ કરતાં અદાલતે તમાકુ-સોપારીનો જથ્થો મુક્ત કરવા આદેશ કર્યો હતો.
– રોહિત મેરાણી (જામનગર)