સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો, કોરોનાની કંકોત્રી

જામનગરમાં છેલ્લા દોઢેક માસમાં કોરોના બેકાબૂ બન્યું છે અને પોઝિટિવ દર્દીઓની સંખ્યા બેવડી સદી ફટકારી ચૂકી છે. આમ છતાં નગરજનોમાં કોરોના રોગચાળા અંગે જરા પણ સાવચેતી કે ડર હોય તેવું જણાતું નથી. કલેકટર કચેરીમાં જનસેવા કેન્દ્ર હોય કે બેંક હોય કે પછી પોસ્ટ ઑફિસ હોય કે દુકાન હોય… લોકો ટોળે વળીને ઊભેલા જોવા મળી રહ્યાં છે. જ્યાં સુધી નાગરિક જાતે પોતાની આદત નહીં સુધારે ત્યાં સુધી તંત્ર દિવસ-રાત મહેનત કરે તો પણ કોરોના કાબૂમાં નહીં આવે. આ સંજોગોમાં લોકોએ કોરોનાને કંકોત્રી લખવાનું બંધ કરવું જ પડશે.
– રોહિત મેરાણી (જામનગર)