ખંભાળિયા સરકારી હોસ્પિટલમાંથી કલ્યાણપુરના પી.જી.વી.સી.એલ. ઈજનેર કોરોના મુક્ત થયા

કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે રહેતા તથા પીજીવીસીએલના કચેરીમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા અલ્પેશ બાબુભાઈ પ્રજાપતિ (ઉ.વ.43) વાળાને 21 જૂને કોરોના પોઝિટિવ આવતાં તેમણે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન કોરોના વોર્ડમાં એડમિટ કરીને સારવાર કરતા તે સ્વસ્થ થઈ જતા તથા ટેસ્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.
ઈજનેર અલ્પેશ પ્રજાપતિ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોરોના સ્પે.વોર્ડમાં ખંભાળિયામાં સારી સારવાર દેખભાળ થઈ હતી, પુરી સ્વચ્છતા કરવા ઉભીશ, 24 કલાક ડોકટર ઉપલબ્ધ, દેશી આયુર્વેદિક સાથે એલોપેથી દવાનો ઈલાજ મગનું પાણી, લીંબુ પાણી અને સ્ટાફના ડો. રાધા મેડમ, કેતન સર, મીરા મેડમ, ડોક્ટર વોર્ડ બોય ભાવેશભાઈ તથા સુપ્રિ.ડો.મનાલી તથા જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા કલેકટરનો આભાર માન્યો હતો.
– રોહિત મેરાણી (જામનગર)