મહેસાણામાં આવતીકાલથી બપોર બાદ બજાર બંધ રહેશે

મહેસાણામાં આવતીકાલથી બપોર બાદ બજાર બંધ રહેશે
Spread the love

મહેસાણા શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના કેસ ને લીધે વ્યાપારી એસોસિયેશને દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલમાં નગરપાલિકાના હોદ્દેદારો સાથે મળેલ બેઠક બાદ આવતીકાલ 9 જુલાઈ થી 20 જુલાઈ સુધી બપોરના 2 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મહેસાણા વિસ્તારમાં વધતા જતા કોરોના (કોવીડ-૧૯ )ના સંક્રમણ ને રોકવા મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ વેપારી મંડળોના પ્રમુખ/મંત્રી સાથે તારીખ :- ૦૮/૦૭/૨૦૨૦ ના રોજ સાંજે ૪:૦૦ કલા કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે પ્રમુખ શ્રી નવીનભાઈ પરમાર ની અધ્યક્ષતામાં મીટીંગ નું આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરના મોટા ભાગના વેપારી મંડળો ના પ્રતિનિધિ હાજર રહેલ.

મીટીંગમાં ચર્ચા ને અંતે તમામ મંડળ ના પ્રમુખશ્રીઓએ તારીખ ૦૯/૦૭/૨૦૨૦ થી તારીખ ૨૦/૦૭/૨૦૨૦ સુધી સ્વેચ્છાએ પોતાની દુકાનો બપોરે ૨:૦૦ વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. વ્યાપારીઓની આ સહકાર ની ભાવના બદલ નગરપાલિકા તેમનો આભાર માને છે. જે વ્યાપારીઓ એશોસીએશન સાથે જોડાયેલ ન હોય તેમને પણ પોતાની દુકાનો બપોરે ૨:૦૦ વાગ્યા બાદ બંધ રાખી કોરોના સામેની આ લડતમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે. વધુમાં મહેસાણા નગર ના નગરજનો ને ,પોતાની જરૂરીયાત ની તમામ ખરીદીઓ પોતાના રહેણાંક ની નજીકની દુકાનેથી જ ઉપરોક્ત સમય દરમ્યાન ખરીદવા, સોશિયલ ડીસ્ટેનસિંગ જાળવવા તથા ફરજીયાત માસ્ક પહેરવા અનુરોધ કરવામાં આવે છે.

IMG-20200708-WA0008.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!