હળવદમાથી ઈંગ્લીશ દારૂની હેરફેર કરતાં 4 શખ્સો ઝડપાયા

હળવદ પોલીસને ચોકકસ બાતમી મળતા ચાર શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડયા હતા જેમાં ૨૦૫ નંગ બોટલ ૩ મોબાઈલ કાર મળી રૂપિયા ૧.૬૬.૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે હળવદ પોલીસને ચોક્કસ બાતમી જુના દેવળીયા ગામની ચોકડી પાસે વોચ રાખતા શંકાસ્પદ ફોડૅ ફિગો કારને રોકીને તલાશી લેતા જેમાં ઈંગ્લીશ દારૂની ૨૦૫ નંગ ઈંગ્લીશ દારૂની બોટલની બોટલ મોબાઈલ નંગ 3 રૂપિયા મુદ્દામાલ જપ્ત કરી રાજકોટના જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા .ઘુટુના રણજીતભાઈ અજયભાઇ ભાટિયા, રામપરાના દિનેશભાઈ માધાભાઈ કુંભાર અને અશોકભાઈ મળી કુલ ચાર શખ્સોને પોલીસેએ દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.