પંચમહાલ જિલ્લામાં કોરોનાના વધુ 19 કેસો મળી આવ્યા, કુલ કેસોની સંખ્યા ૩૩૩

- સક્રિય કેસોની સંખ્યા ૮૫, આજે ૭ સહિત કુલ ૨૨૩ દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના વધુ ૧૯ કેસો નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ ૩૩૩ વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થઈ છે. સારવાર બાદ સાજા થયેલા ૦૭ દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં કોરોનામાંથી રિકવર થનારની સંખ્યા વધીને ૨૨૩ થવા પામી છે. નવા મળેલ કેસો પૈકી ૫ કેસ શહેરી વિસ્તારમાંથી જ્યારે ૧૪ કેસ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવ્યા છે. હાલની સ્થિતિએ જિલ્લામાં કુલ ૮૫ વ્યક્તિઓ કોરોના સંક્રમિત છે અને સારવાર હેઠળ છે.
નવા મળી આવેલા કેસોમાં ગોધરા શહેરમાં વોહરા ફળિયાના ૪૦ વર્ષીય પુરૂષ, ૬૫ વર્ષીય મહિલા, પ્રભાકુંજ સોસાયટીના ૪૮ વર્ષીય અને ૫૪ વર્ષીય પુરૂષ, આઈટીઆઈ રોડ પાસેના ગણેશનગરના ૩૫ વર્ષીય યુવક, ઝુલેલાલ સોસાયટીના ૫૨ વર્ષીય મહિલા, કાલોલ શહેરમાં હાઉસિંગ સોસાયટી વિસ્તારના ૭૯ વર્ષીય મહિલા, ૫૩ વર્ષીય પુરૂષ, ગાંધી ફળિયાના ૪૨ વર્ષીય પુરૂષ, પુરાણી ફળિયાના ૭૨ વર્ષીય પુરૂષ, કાલોલ તાલુકાના મલાવ જેતપુરના ૨૮ વર્ષીય યુવક, રામેશરાના ૬૦ વર્ષીય વૃદ્ધ, અડાદરાના ૭૩ વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટીવ નોંધાયા છે.
હાલોલ શહેરમાં સોની ફળિયાના ૩૦ વર્ષીય યુવતી, કંજરી રોડ પરના મધુવન પાર્કના ૩૮ વર્ષીય મહિલા, સ્ટેશન રોડના ગોકુલધામ સોસાયટીના ૩૯ વર્ષીય અને ૩૪ વર્ષીય પુરૂષો, ઘોઘંબાના ઘનશ્યામનગરના ૫૬ વર્ષીય પુરૂષ, શહેરાના નાંદરવાના ૫૨ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણ સામે બચાવ પ્રક્રિયાના ભાગરૂપે અત્યાર સુધી કુલ ૧૬,૬૮૯ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે,
જે પૈકી ૧૪,૬૩૪ લોકોએ પોતાનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે, જ્યારે બાકીના ૨૦૫૫ લોકો હજી પણ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ ૮૮૮૭ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૩૩૩ સેમ્પલ પોઝિટીવ, ૮૪૩૦ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૬ સેમ્પલ રીપીટ સેમ્પલ હતા. ૨૭ દર્દીઓ કોવિડ-૧૯ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
પત્રકાર : ઈરફાન શેખ. પંચમહાલ