અરવલ્લીના ચાઇલ્ડ લાઇન હેલ્પલાઇનથી બાળકોનું કુટુંબમાં સુખદ રીતે પુન:સ્થાપન

અરવલ્લીના ચાઇલ્ડ લાઇન હેલ્પલાઇનથી બાળકોનું કુટુંબમાં સુખદ રીતે પુન:સ્થાપન
Spread the love
  • રાજસ્થાનના રઝળી પડેલા પાંચ બાળકોને વતન પરત મોકલાયા

મોડાસાના દેવરાજ મંદિર પાસે પાંચ બાળકો ઉભા રહીને રડે છે તેવો કોઇ ફોન રાતના ૧૦ ટકોરે ચાઇલ્ડ લાઇનના હેલ્પલાઇન પર આવ્યો અને હેલ્પલાઇન ટીમ સ્થળ પર પંહોચી છોકારાઓને કંઇ પુછાવાનો પ્રયાસ કરે પહેલા રડતા રડતા બસ અમારે ઘરે જવાની જ વાત કરતા રહ્યા, અને આખરે એક બાળકે કહ્યુ કે મારે મારા ગામમાં જવુ છે હું અંહિ મારા ભાઇ જોડે કામ કરવા આવ્યો છું, ચહેરા પર છલકાતી નિર્દોષતા જોતા તો ખ્યાલ પણ ન આવે કે આટલા અણસમજુ બાળકોને કમાઇ ને મા-બાપને પૈસાનો ટેકો કરવાની સમજ ક્યાંથી આવી હશે.

ચાઇલ્ડ લાઇન ટીમે બાળકો પાણી આપી તેમનું કાઉન્સેલીંગ કરી તેમની વિગત મેળવી જેમાં એક બાળકે કહ્યુ અંહિ મારા ભાઇ હોટલમાં કામ કરે છે તેની સાથે કામ કરવા અંહિ અમે પણ આવી ગયા પરંતુ હોટલ માલિકે નાના બાળકોને મજૂરી રાખતા નથી તો ત્યાંથી  નીકળી ગયા હોટલમાં કામ કરતો  ભાઇ પણ ત્યાં ન હતો હવે બાળકોને જવુ તો જવુ ક્યાં મોટો  પ્રશ્ન થઇ ગયો અને અજાણી વાટે ચૌહાણ (વાદી) રાહુલ રણછોડભાઈ (આશરે ઉ. વ. ૧૧),ચૌહાણ (વાદી) કિશન રણછોડભાઈ (આશરે ઉ. વ. ૦૯), ચૌહાણ (વાદી) પટ્ટુરી રણછોડભાઈ (આશરે ઉ. વ. ૦૭),વાદી વિક્રમ કાળાભાઈ (આશરે ઉ. વ. ૦૯),મંદિરની જોડે આવી બેસી ગયા ને ત્યાં ચાઈલ્ડ લાઈન સ્થળ પર પહોંચી સાંત્વના આપીને કે ભાઇ મળી જશે તમે અહિ રોકાઇ જાવ ને બાળકોને રાત્રે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખ્યા.

આ અંગે વાત કરતા ચાઇલ્ડ લાઇનના ટીમ મેમ્બર સમીમબેને જણાવ્યું હતું કે, ત્રણ બાળકોને હિમતનગર ચિલ્ડ્રન હોમમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો અને એક બાળકીને અમદાવાદ ગર્લ્સ ચિલ્ડ્રન હોમમાં મુકવાનો નિર્ણય કરવામા આવ્યો. બાળકોને ચિલ્ડ્રન હોમમા મુકવાનો આદેશ કરતા પેહલા બાળકોનો કોરોના ટેસ્ટ કરાવો જરૂરી હોવાથી ચાર બાળકોને લઇને કોરોના ટેસ્ટ માટે નર્સિંગ હોમમાં લઇ ગયા. પરંતુ ત્યા સગર્ભા બહેનોનો ટેસ્ટ થતો હોવાથી બાળકોને લઇને સાર્વજનિક હોસ્પિટલ જતા હતા ત્યારે માલપુર રોડ ઉપર એક બાળક એકલો બેઠેલો જોયો. જેને ચાર બાળકોએ ઓળખી બતાવ્યો. આ અમારો મોટો ભાઇ  છે જે તે રાત્રે ચાર બાળકો સાથે હતો તે પાંચમુ બાળક છે.

તેને પૂછતા જણાવ્યુ કે રાત્રે ભીડના કારણે ત્યાથી ભાગી ગયો હતો. તે પાંચમુ બાળક મળતા બધા બાળકોના ઘરના સરનામા અને માતા-પિતાના નામ મળ્યા. તેથી બાળકોને ચિલ્ડ્રન હોમમા મુકવાને બદલે સી.ડબલ્યુ.સી. દ્ધારા બાળકોને પરિવારમાં પુન: સ્થાપન કરવાનો નિર્ણય કરાયો ત્યારબાદ બાળકોને પુછતા તેઓ રાજસ્થાનથી ખાનગી વાહનમાં અરવલ્લીના મેઘરજની સરહદથી મોડાસા  તેના ભાઇને મળવા આવ્યા હતા. બે ત્રણ દિવસ શોધખોળ ભાઇની કરી એ સમય દરમિયાન પૈસા માંગીને ખાવાનું ખાતા હતા. તેમનો મોટો ભાઇ મળી જતા વતન જવા માંગતા હતા.

પરંતુ પૈસા ન હતા તો અમે અંહિ મંદિર આગળ બેસી રહ્યા હતા. જેમાં હોટલમાં કામ કરતા વાદી નરેશે કહ્યુ કે અમે રાજસ્થાનના ડુંગરપુરના સરદારનગર, સીમલવાડાના છીએ, અને અમારે ઘરે જવુ છે તો પૈસા નથી તેથી  આ પાંચેય બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા તેમના વતન મુકવા જવાની મંજૂરી આપતા પોલીસ સાથે ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ સીમલવાડાના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો ત્યાંના પોલીસ કર્મચારીઓ અને આસપાસના લોકોએ બાળકોની ઓળખ કરી હતી બાળકો માતા-પિતાને સુપ્રત કરતા તમામ બાળકોનું કુટુંબમાં સુખદ રીતે પુન:સ્થાપન થયું હતું.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG-20200720-WA0063-2.jpg IMG-20200720-WA0062-1.jpg IMG-20200720-WA0064-0.jpg

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!