ડભોઇ ના પંડ્યા શેરીમાં આવેલ સ્વામીનારાયણ મંદિર હિંડોળા દર્શન
ડભોઇ નગર પંડ્યા શેરીમાં આવેલ સ્વામિનારાયણ મંદિર(વડતાલતાબા)અષાઢી સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળાના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. હિંડોળાનો સમય સાંજના 5 થી 8 સુધીનો રાખવા માં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિરના મહારાજ શ્રી વશરામ ભાઈ ભગત(મુડીવાળા) મંદિરમાં પૂજા અર્ચના તેમજ હિંડોળાનું આયોજન કરે છે. સામાન્ય દિવસોમાં હિંડોળાના સમયે રોજ રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ પણ રાખવામાં આવતો હોય છે.પરંતું હાલ ચાલી રહેલ કોરોના મહામારીના કારણે ભજન નો કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે.